અમિતાભ બચ્ચનની પૂત્રવધુ અને વિશ્વ સુંદરી,બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા અભિષેક રાય બચ્ચનની સુંદરતા આજે પણ એટલી જ છે.ભારત જ નહીં વિદેશમાં પ્રિય છે. પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી પણ ઐશ્વર્યા રાયની પ્રશંસક છે.ઝરદારીએ એક વખત ઐશ્વર્યાને તેમના રાષ્ટ્રપતિ નિવાસસ્થાને નૃત્ય પ્રદર્શન કરવા માટે બોલાવી હતી.જેના માટે તેણે અભિનેત્રીને 10 કરોડ રૂપિયા આપ્યા હતા.
એક જુનો વીડિયો સામે આવ્યો છે, જેમાં પાકિસ્તાની રાજકીય વિશ્લેષક ડો.શાહિદ મસૂદ આ વિશે વાત કરતા જોવા મળે છે.તેમણે નામ લીધા વિના કહ્યું કે પાકિસ્તાનના કેટલાક પ્રખ્યાત લોકોએ ભારતની એક પ્રખ્યાત અભિનેત્રીને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ભવનમાં નૃત્ય કરવા બોલાવી હતી.
શહીદ મસૂદ તે દરમિયાન જીએનએન પર એક ટોક શો હોસ્ટ કરતો હતો.તેણે તેના વિશે વાત કરી.જોકે,પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ભવનમાં ઐશ્વર્યાના અભિનયનો કોઈ વીડિયો અને સાક્ષી હજી બહાર આવ્યા નથી.એક જ રાતમાં બધું ગોઠવાયું હતું.માત્ર ભારત જ નહીં,પાકિસ્તાનને પણ આ વિશે ખબર પડી ન હતી.પરંતુ ઝરદારી સાથે જોડાયેલા સૂત્રોએ આ સમાચાર શાહિદ મસૂદને પહોંચાડ્યા.આ ઘટના વિશે વાત ભારતમાં પણ થવા લાગી,જેનાથી ઐશ્વર્યા રાય ખૂબ ગુસ્સે થઈ ગઈ.

