આગામી મહિનામાં એટલે કે ઓગસ્ટ 2023 માં વિવિધ ઝોનમાં કુલ 14 દિવસ બેંકો બંધ રહેશે.લોંગ વીકએન્ડ પણ આવી રહ્યો છે.દર મહિને દર રવિવાર ઉપરાંત ચોથા અને બીજા શનિવારે પણ બેંકમાં રજા હોય છે.
રજા કોને પસંદ નથી.ખાસ કરીને લોન્ગ વિકેન્ડ.. હવે બેંકોને લગતા મોટા ભાગના કામ ઓનલાઈન થાય છે.પરંતુ હજુ પણ બેંક એકાઉન્ટ ખોલવા,ચેક સંબંધિત કામ અને આવા ઘણા કામ છે,જેના માટે બેંકની શાખામાં જવું જરૂરી છે.બેંક શાખામાં જતા પહેલા તમારે ઓગસ્ટ 2023 માં બેંકની રજાઓ વિશે જાણવું જરૂરી છે જેથી તમને ધક્કો ન પડે.
આગામી મહિને એટલે કે ઓગસ્ટમાં વિવિધ ઝોનમાં કુલ 14 દિવસ બેંકમાં રજા રહેશે.આ સાથે ઓગસ્ટમાં લોંગ વિકેન્ડ પણ આવી રહ્યો છે. 26મી ઓગસ્ટથી 31મી ઓગસ્ટ સુધી લોન્ગ વીકએન્ડ છે.તે ઝોન પ્રમાણે બદલાઈ શકે છે.આરબીઆઈના નિયમો મુજબ દર રવિવાર અને દર મહિનાના બીજા-ચોથા શનિવારે બેંકમાં રજા હોય છે.ચાલો જાણીએ કે ઓગસ્ટમાં કઈ તારીખે બેંકો બંધ રહેશે.
ઓગસ્ટમાં આ તારીખો પર બેંક બંધ રહેશે
6 ઓગસ્ટ 2023- આ દિવસે રવિવારના કારણે બેંકોમાં સાપ્તાહિક રજા રહેશે.
8 ઓગસ્ટ, 2023- ગંગટોકમાં ટેન્ડોંગ લો રમ ફાટને કારણે રજા રહેશે.
12 ઓગસ્ટ 2023- આ દિવસે, બીજા શનિવારના કારણે, સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે.
13 ઓગસ્ટ 2023- આ દિવસે રવિવારના કારણે બેંકોમાં રજા રહેશે.
15 ઓગસ્ટ 2023- સ્વતંત્રતા દિવસના કારણે આ દિવસે દેશભરમાં બેંકો બંધ રહેશે.
16 ઓગસ્ટ 2023- પારસી નવા વર્ષને કારણે આ દિવસે મુંબઈ, નાગપુર અને બેલાપુરમાં બેંકો બંધ રહેશે.
18 ઓગસ્ટ 2023- શ્રીમંત સંકરદેવ તિથિના કારણે આ દિવસે ગુવાહાટીમાં બેંકો બંધ રહેશે.
20 ઓગસ્ટ 2023- રવિવારના કારણે બેંકોમાં રજા રહેશે.
26 ઓગસ્ટ 2023- આ દિવસે ચોથા શનિવારના કારણે દેશભરની બેંકોમાં રજા રહેશે.
27 ઓગસ્ટ 2023- રવિવારના કારણે બેંકોમાં સાપ્તાહિક રજા રહેશે.
28 ઓગસ્ટ 2023- કોચી અને તિરુવનંતપુરમમાં ઓણમના કારણે આ દિવસે બેંકો બંધ રહેશે.
29 ઓગસ્ટ 2023- કોચી અને તિરુવનંતપુરમમાં તિરુઓણમને કારણે બેંકો બંધ રહેશે.
30 ઓગસ્ટ 2023- રક્ષાબંધનના કારણે આ દિવસે જયપુર અને શિમલામાં બેંકો બંધ રહેશે.
31 ઓગસ્ટ 2023 – આ દિવસે દેહરાદૂન, ગંગટોક, કાનપુર, કોચી, લખનૌ અને તિરુવનંતપુરમમાં રક્ષા બંધન/શ્રી નારાયણ ગુરુ જયંતિ/પાંગ-લાબસોલના કારણે બેંકમાં રજા રહેશે.