– મધ્યપ્રદેશની ઘટના: કલાસ બધં કરવાની માંગ ઉઠી છે.
મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં એક આશ્ચર્યજનક ઘટના બની છે.જે બાદ જિલ્લામાં ચાલતા તમામ ઓનલાઈન કલાસ બધં કરવાની માંગ ઉઠી છે.ધોરણ-૮ના વિધાર્થીઓના ઓનલાઈન કલાસ વોટસએપ ગ્રુપ પર ચાલી રહ્યો હતો.આ દરમિયાન અચાનક ફોન પર પોર્ન ફિલ્મ શ થઈ ગઈ.જેના કારણે વાલીઓ દ્રારા હોબાળો કરવામાં આવ્યો હતો.આટલી ગંભીર ઘટના બન્યા પછી પણ સ્કૂલ દ્રારા પોલીસ ફરિયાદ જેવા પગલા ભરવામાં ના આવ્યા હોવાના કારણે વાલીઓ વધારે ગુસ્સામાં છે.
કોરોના મહામારીના કારણે સ્કૂલો બધં છે આવામાં શ્યોપુરમાં બાળકોને ઓનલાઈન ભણાવવામાં આવી રહ્યા છે.શનિવારે અંગ્રેજીના કલાસ દરમિયાન બાળકો એ સમયે આશ્ચર્યમાં મૂકાઈ ગયા યારે મોબાઈલ ફોન પર પોર્ન ફિલ્મ ચાલવા લાગી.આ કલાસ સ્કૂલના મેડમ લઈ રહ્યા હતા.જેવી બાળકોના વાલીઓની નજર ફોન પર પડી તો તેઓ ગુસ્સે થઈ ગયા.વાલીઓ દ્રારા સ્કૂલ દ્રારા થયેલી ભૂલ બદલ શિક્ષિકા સામે આકરા પગલા ભરવાની માંગ ઉઠી રહી છે.
નામ ન લખવાની શરતે એક વરિ અધિકારીએ જણાવ્યં કે,અમે તાત્કાલિક ઓનલાઈન કલાસ બધં કરી દીધા.આ સ્કૂલમાં મોટાભાગના વિધાર્થીઓ અધિકારીઓ અને બિઝનેસમેન પરિવારના છે.શ્યોપર મધ્યપ્રદેશના સરહદી જિલ્લાઓમાંથી એક છે, અહીં રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લાની નજીક છે.
આ સ્કૂલના આચાર્ય રોહિત જોને કહ્યું કે આ ઘટના કેટલાક હેકર્સની કરતૂત છે.અમે તમામ ઓનલાઈન કલાસ રોકી દીધા છે.તમામ બાબતો યોગ્ય થયા બાદ કલાસ ફરી શ કરાશે. સાથે જ તેમણે જણાવ્યું કે હવે અમે ઓનલાઈન કલાસ સિકયોરિટીને વધારે મજબૂત બનાવીશું,જેથી ફરી આવી ઘટના ના બને.આ ઘટનાને લઈને રવિવારે એનએસયુઆઈ દ્રારા પ્રદર્શન કરવામાં આવ્યું,સાથે સ્કૂલ મેનેજમેન્ટ સામે ફરિયાદ પણ કરવામાં આવી,આ સાથે જવાબદારોની ધરપકડ કરવામાં આવે તેવી માગણી પણ ઉઠી છે.
કોતવાલી પોલીસ સ્ટેશનના રમેશ દાંડેએ કહ્યું કે આ ઘણો જ સંવેદનશીલ મામલો છે.તપાસ માટે સિનિયર પોલીસ અધિકારીઓને જાણ કરવામાં આવી છે.જેઓ સ્કૂલના મેનેજમેન્ટ સાથે વાત કરી રહ્યા છે.સ્કૂલના મેનેજમેન્ટ દ્રારા આ અંગે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાવવામાં નથી આવી,જેના કારણે બાળકોના માતા-પિતા ગુસ્સામાં છે