આજના સોશિયલ મીડિયાના જમાનામાં ડેટિંગ એપ્સ અને શાદી ડોટ કોમ જેવી મેટ્રોમોનિયલ સાઈટ યુવક અને યુવતીઓમાં ઘણી લોકપ્રિય છે. પણ આવી વેબસાઈટ પર અનેકવાર યુવતીઓને ફસાવવાના કિસ્સાઓ પણ સામે આવ્યો છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. જેમાં શાદી ડોટ કોમ પર યુવતીનો પરિચય યુવક સાથે થયો હતો. યુવકે લગ્નની લાલચ આપી અનેકવાર તેની સાથે શરીરસુખ માણ્યું હતું. પણ યુવકે લગ્નની ના પાડી દેતાં આ મામલે યુવતીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ઘટનાની વિગતમાં વાત કરીએ તો, અમદાવાદના ચાંદખેડામાં રહેતી 30 વર્ષીય યુવતીનો પરિવાર લગ્ન માટે યુવક શોધતા હતા. આ દરમિયાન ખાનગી કંપનીમાં કામ કરતી ટેક સેવી યુવતીએ મેટ્રોમોનિયલ સાઈટ શાદી ડોટ કોમ ઉપર પણ પોતાની પ્રોફાઈલ બનાવી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ દરમિયાન તેને પોતાની જ મરાઠી જ્ઞાતિના યુવક સાથે પરિચય થયો હતો.
શાદી ડોટ કોમમાંથી પરિચય બાદ યુવક અને યુવતી વચ્ચે મુલાકાત થઈ હતી. જે બાદ બંને ધીમે ધીમે નજીક આવતા ગયા. અને યુવકે યુવતી સમક્ષ પોતાના પ્રેમનો એકરાર કર્યો. શાદી ડોટ કોમમાંથી પરિચય થતાં યુવતી યુવક સાથે લગ્નનાં સપનાં જોતી હતી. તેણે તરત જ આ પ્રેમનો સ્વીકાર કરી લીધો. પણ યુવકના મનમાં તો કાંઈક અલગ જ ચાલતું હતું.
પ્રેમ અને લગ્નનાં નામે યુવકે યુવતીને પોતાની જાળમાં ફસાવવાનું શરૂ કરી દીધું. જ્યારે યુવકને લાગ્યું કે યુવતી પોતાની જાળમાં ફસાઈ ગઈ છે, તે બાદ યુવક યુવતીને લગ્ન કરીશું તેવી લાલચ આપીને હોટલમાં લઈ જઈ શરીરસુખ માણ્યું. બાદમાં તો અનેકવાર યુવકે યુવતીને હોટલમાં લઈ જઈ શરીરસુખ માણ્યું. પણ જ્યારે યુવતી લગ્નની વાત કરતી ત્યારે યુવક આ વાત ટાળી દેતો હતો. અને અંતે તો યુવકે લગ્ન માટેની જ ના પાડી દીધી હતી.
શરીરસુખ માટે જ યુવકે પોતાની સાથે સંબધ રાખ્યો હોવાની વાત સમજાતાં યુવતીનાં સપનાં ચકનાચૂર થઈ ગયા હતા. પણ સમાજમાં બદનામી થશે તે ડરથી યુવતી ચૂપ બેસી ન રહી. તેણે આ યુવકને શબક શીખવાડવાનું નક્કી કર્યું. અને અન્ય કોઈ યુવતી આ રીતે યુવકની જાળમાં ન ફસાઈ તે માટે તેણે આ મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.