By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઓમિક્રોનને ભારતમાં કઈ રીતે રોકવામાં આવે? ઇમરજન્સી બેઠકમાં ગૃહ મંત્રાલયે લીધા મહત્વના નિર્ણયો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ઓમિક્રોનને ભારતમાં કઈ રીતે રોકવામાં આવે? ઇમરજન્સી બેઠકમાં ગૃહ મંત્રાલયે લીધા મહત્વના નિર્ણયો
GeneralNational

ઓમિક્રોનને ભારતમાં કઈ રીતે રોકવામાં આવે? ઇમરજન્સી બેઠકમાં ગૃહ મંત્રાલયે લીધા મહત્વના નિર્ણયો

HM News
Last updated: 29/11/2021 8:30 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી : કોરોના વાયરસના નવા સ્વરૂપ ‘ઓમિક્રોન’ને ધ્યાનમાં રાખી પ્રધાનમંત્રી મોદી તરફથી સ્થિતિની સમીક્ષા કર્યા બાદ કેન્દ્રીય ગૃહ સચિવની અધ્યક્ષતામાં રવિવારે ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી.ગૃહ સચિવની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ઓમિક્રોનના સ્વરૂપને ધ્યાનમાં રાખી વૈશ્વિક સ્થિતિની સમીક્ષા કરવામાં આવી,બચાવ ઉપાયોને મજબૂત કરવા પર ચર્ચા થઈ.ગૃહ મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું કે, સરકાર આંતરરાષ્ટ્રીય યાત્રિકો,વિશેષ રૂપથી જોખમ શ્રેણીના રૂપમાં ઓળખ થનારા દેશોથી આવનારની તપાસ,સર્વેલાન્સની એસઓપીની સમીક્ષા કરશે.ગૃહ મંત્રાલયે તે પણ નિર્ણય લીધો છે કે કોવિડ-19ના સ્વરૂપ માટે જીનોમ સિક્વેન્સિંગને વધુ તેજ કરવામાં આવશે.

ગૃહ મંત્રાલયે કહ્યું છે કે વૈશ્વિક સ્થિતિને જોતા કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય યાત્રી સેવાઓ ફરીથી શરૂ કરવા માટે નક્કી તારીખની ફરી સમીક્ષા કરવામાં આવશે.તપાસ પ્રોટોકોલને કડક બનાવવા માટે એરપોર્ટ,બંદરોના સ્વાસ્થ્ય અધિકારીઓને સંવેદનશીલ બનાવવામાં આવશે.તો દેશની અંદર મહામારીની ઉભરતી સ્થિતિ પર બાજ નજર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દક્ષિણ આફ્રિકામાં સૌપ્રથમ જોવા મળેલા કોરોના વાયરસના ચિંતાજનક નવા સ્વરૂપ ‘ઓમિક્રોન’ને નિયંત્રિત કરવા માટે વિશ્વભરમાં મુસાફરી પર પ્રતિબંધો કડક કરવામાં આવી રહ્યા છે.એવું માનવામાં આવે છે કે ઘણા પરિવર્તનો સાથેનો આ પ્રકાર ખૂબ જ ઝડપથી ફેલાઈ શકે છે અને રસીને પણ હરાવી શકે છે.જો કે, વૈજ્ઞાનિકો હજુ પણ આની તપાસ કરી રહ્યા છે અને પૂરતો ડેટા ઉપલબ્ધ નથી.

102 સંતાનો અને 568 પૌત્રો થયા બાદ યુગાન્ડાના મૂસાએ અટકવાનું નક્કી કર્યું
સુરત : 42 હીરા ઉદ્યોગકારોને સીએમ રૂપાણીના હસ્તે સન્માન
ભરૂચ અને પનોલીમાંથી 900 કિલો ગૌમાસ સાથે 8 કસાઈ ઝડપાયા
દેશમાં ગરમી સંબંધિત જીવલેણ બીમારી વધવાનું જોખમ : નિષ્ણાતો
જેમ્સ બોન્ડની ફિલ્મ ‘નો ટાઈમ ટૂ ડાઈ’ ભારતમાં બીજી એપ્રિલે રિલીઝ થશે
Share This Article
Facebook Email Print
Previous Article બધું જ નક્કી હતું પણ વહુના લીધે સસરાના હાથમાંથી સરકી ગઈ PMની ખુરશી! પુત્ર પ્રેમમાં પડ્યો અને તૂટી ગયું પિતાનું સપનું!
Next Article ત્રિપુરા સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં BJP ની બમ્પર જીત, અગરતલા કોર્પોરેશનમાં TMC અને CPI નું ખાતુ ખોલ્યું નહીં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up