નવી દિલ્હી,તા.1 સપ્ટેમ્બર : ફૂડની હોમ ડિલિવરીના વધી રહેલા વર્ચસ્વ વચ્ચે સ્વિગી કંપનીના ડિલિવરી બોયે રેસ્ટોરન્ટના માલિકની ગોળી મારીને હત્યા કરી નાંખી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
મળતી વિગતો પ્રમાણે દિલ્હી નજીક ગ્રેટર નોઈડા વિસ્તારમાં ઓનલાઈન ફૂડ ડિલિવરી કરવા માટે સુનિલ નામનો વ્યક્તિ રેસ્ટોરન્ટ ચલાવે છે. મંગળવારે મોડી રાતે રેસ્ટોરન્ટમાં કામ કરતા નોકર નારાયણ અને સ્વિગીના ડિલિવરી બોય વચ્ચે ઓર્ડરને લઈને વિવાદ થયો હતો.એ પછી નશામાં ધૂત ડિલિવરી બોય દ્વારા ગાળાગાળી કરવામાં આવી રહી હતી.રેસ્ટોરન્ટ સંચાલક સુનીલે દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પોતાના સાથીદારની મદદથી ડિલિવરી બોયે સુનીલના માથામાં ગોળી મારી દીધી હતી.સુનિલને હોસ્પિટલ લઈ જવાયો હતો અને ત્યાં તેને મૃત જાહેર કરાયો હતો.પોલીસનુ કહેવુ હતુ કે, ઓર્ડરમાં મોડુ કર્યુ હોવાથી ડિલિવરી બોયે ફાયરિંગ કર્યુ હતુ.પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે ફરાર ડિલિવરી બોયની શોધખોળ કરી રહી છે.

