By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઓલપાડના ઉમરા ગામે બુટલેગર દારૂ સગેવગે કરી રહ્યા હતા ત્યારે ફિલ્મી ઢબે પોલીસે એન્ટ્રી મારી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ઓલપાડના ઉમરા ગામે બુટલેગર દારૂ સગેવગે કરી રહ્યા હતા ત્યારે ફિલ્મી ઢબે પોલીસે એન્ટ્રી મારી
GeneralSouth Gujarat

ઓલપાડના ઉમરા ગામે બુટલેગર દારૂ સગેવગે કરી રહ્યા હતા ત્યારે ફિલ્મી ઢબે પોલીસે એન્ટ્રી મારી

HM News
Last updated: 28/01/2023 6:37 AM
HM News
2 years ago
Share
SHARE

– પોલીસે બે કાર અને વિદેશી દારૂ મળી કુલ 9,02,400/– નો મુદ્દામાલ કબ્જે કર્યો

બારડોલી : જિલ્લા LCBની ટીમે ઓલપાડના ઉમરા ગામે રેડ કરી બે કાર તેમજ 1.52 લાખથી વધુના વિદેશી દારૂના જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે ગુના સંદભે 9,02,400/- નો મુદ્દામાલ કબ્જે કરી ગુનાના સંડોવાયેલા 3 ભાઈઓ સહિત 5 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.

મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા એલ.સી.બી.શાખાના પોલીસ માણસો અલગ અલગ ટીમો બનાવી સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન એલ.સી.બી શાખા હે.કો યોગેશ શ્રવણભાઈ તથા હે.કો.હરસુરભાઇ નાનજીભાઇનાઓને સંયુક્ત રાહે બાતમી મળી હતી કે, મોટા વરાછા ખાતે રહેતો માંગીલાલ મારવાડી તથા ઘલુડી ખાતે રહેતો રઘુ ભકાભાઇ સભાડ નાનો તેમના સાગરીતો સાથે મળી ઉમરા ગામની સીમમાં કઠોરથી ગોથાણ તરફ જતી નહેરની બાજુમાં આવેલ શેરડીના ખેતરોના કાચા રસ્તા ઉપર વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ છે અને અલગ અલગ વાહનોમાં ભરી સંગેવગે કરવાની પેરવીમાં છે.જે બાતમી આધારે પોલસીની એક ટીમે સ્થળ ઉપર રેડ કરતા અંધારાનો લાભ લઇ આરોપીઓ ભાગી છૂટ્યા હતા.પોલીસે સ્થળ પરથી હોંડા સીટી કાર GJ 05 JF 9252 તેમજ મારુતિ રિટ્સ GJ 15 AD 7496માં ભરેલી વિદેશીદારૂની 1248 બોટલ કબ્જે કરી હતી.પોલીસે ઘટના સ્થળેથી 1,52,400/- નો વિદેશી દારૂ તેમજ 7.5 લાખની કિંમતની બે કાર મળી કુલ 9,02,400/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પોલીસે ગુના સંદર્ભે માંગીલાલ મારવાડી,રઘુભાઈ ભકાભાઈ સભાડ,વિનોદભાઈ ભકાભાઈ સભાડ,ભાવેશભાઈ ભકાભાઈ સભાડ સહિત 5 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.

આર્થિક મોરચે ચીનને પછડાટ, 43% ભારતીયોએ એક વર્ષમાં કોઇપણ વસ્તુ ખરીદી નથી
ખુશખબર : કોરોના વેક્સિન ધાર્યા કરતા જલદી આવશે : WHO ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અદનોમ
TDS પર વ્યાજ માફ થવાની સંભાવના,હવે પછીના પેકેજમાં જાહેરાતની સંભાવના
સુરત પોલીસે શાળામાં ‘ગુડ ટચ બેડ ટચ’ અંગેની માહિતી વિદ્યાર્થીનીઓને આપી
અરવિંદ કેજરીવાલના આજે ગુજરાતમાં ધામા, કચ્છ, જુનાગઢ, સુરેન્દ્રનગરમાં ગજવશે સભાઓ
Share This Article
Facebook Email Print
Previous Article તાંતીથૈયાના ચર્ચિત હિટએન્ડ રન પ્રકરણમાં આખરે કાર ચાલક ઝડપાયો
Next Article કઠોદરાના શેરડીના ખેતરમાં જિલ્લા LCBએ દરોડા પાડી 18 લાખના વિદેશી દારૂ સાથે એકને ઝડપયો : 5 વોન્ટેડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up