By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઓલપાડના કરમલા ગામે કૃષિરાજ્યમંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ઓલપાડના કરમલા ગામે કૃષિરાજ્યમંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
GeneralSouth Gujarat

ઓલપાડના કરમલા ગામે કૃષિરાજ્યમંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

HM News
Last updated: 23/10/2021 11:29 AM
HM News
4 years ago
Share
SHARE

– ઓલપાડ તાલુકાના ૧૨ ગામોના નાગરિકોએ ઘરઆંગણે યોજનાકીય લાભો મેળવ્યા

ઓલપાડ : જરૂરિયાતમંદ નાગરિકોના વ્યક્તિલક્ષી લાભો ઘરઆંગણે મળી રહે એવા આશયથી રાજ્ય સરકારે શરૂ કરેલા રાજ્યવ્યાપી સાતમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત ઓલપાડ તાલુકાના કરમલા ગામે પ્રાથમિક શાળામાં કૃષિ,ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ રાજ્ય મંત્રી મુકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં અટોદરા,માસમા,સરોલ,ઈશનપોર,વડોદ,કોસમ,શેરડી,અસનાબાદ,હાથીસા,કણાદ,સરોલી,જોથાણ, તળાદ એમ ૧૨ ગામોના નાગરિકોએ ઘરઆંગણે ૭-૧૨/૮-અ પ્રમાણપત્રો,વિધવા સહાય,આધારકાર્ડ,રાશનકાર્ડ,જાતિ પ્રમાણપત્રો,આયુષ્યમાન કાર્ડ,રેશનકાર્ડ સુધારા જેવી ૫૬ પ્રકારની સેવાઓનો લાભ લઈને અરજીઓનું સ્થળ પર જ નિરાકરણ મેળવ્યું હતું.

આ પ્રસંગે મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, ‘નાગરિકોની સુવિધા માટે રાજ્ય સરકાર પ્રજાના દ્વારે આવી છે. રાજયમાં ૧૦૦ દિવસના સમયગાળામાં ૨૫૦૦ જેટલા સેવા સેતુનું આયોજન કરી માનવીના રોજબરોજના સરકારી યોજનાકીય લાભો, પ્રમાણપત્રોની સુવિધા આપવાનો સંકલ્પ છે.સેવા સેતુના કારણે લોકોને તાલુકામથક સુધી ધક્કા ખાવામાંથી મુક્તિ મળી છે એમ જણાવી તેમણે સેવાસેતુ થકી સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા અનુરોધ કર્યો હતો.પ્રાંત અધિકારી યુ.એન.જાડેજાએ રાજ્ય સરકારના અનોખા સેવા સેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓને એક જ છત્ર હેઠળ અનેક પ્રકારની સેવા મળતી હોવાનું અને લોકોને વિનાવિલંબ લાભ મળતાં હોવાનું જણાવી મહત્તમ તમામ પ્રકારની સરકારી સેવાઓ રાજ્ય સરકારે સેવા સેતુમાં આવરી લીધી છે એમ ઉમેર્યું હતું.આ પ્રસંગે સરપંચ ભક્તિબેન પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ બ્રિજેશ પટેલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જશુબેન વસાવા,અગ્રણી યોગેશ પટેલ,વનરાજભાઈ,ગ્રામ પંચાયતના સભ્યો,અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ભગવાન શ્રીકૃષ્ણને લઈએ વધુ એક વિવાદ: વડોદરામાં 38 હિન્દુસંગઠનો મેદાને
વાવાઝોડું નજીક આવ્યું ત્યારે ભરુચની હાંસોટ પોલીસ ભૂદેવને શોધવા નીકળી ને થયું એવું કે….. તમે પણ જાણીને ચોંકી જશો
J&K DDC ચૂંટણી પરિણામોએ સૌને ચોંકાવ્યા, ઘાટીમાં BJPએ કર્યો પગપેસારો, લહેરાયો ‘ભગવો’
પીએમ-કિસાન : ગેરલાયકોના ખાતામાં 4,350 કરોડ રૂપિયા જમા થઇ ગયા
૪૮ કલાકમાં જ ૨૭થી વધુ દર્દી પોઝિટિવ ગુજરાતમાં લોકલ ટ્રાન્સમિશનનો વિસ્ફેટ
Share This Article
Facebook Email Print
Previous Article આહવા ખાતે પ્રભારી સચિવની સમીક્ષા બેઠક યોજાઇ
Next Article દક્ષિણ ગુજરાતમાં વીજળીની અછત નથી : DGVCL MD અરવિંદ વિજયન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up