બારડોલી : સુરત જિલ્લા લોકલ ક્રાઇમની ટિમ હવે દેશી દારૂના પીઠા ચલાવતા બુટલેગર પર ગાડીયો કરી રહી છે.જ્યારે ઓલપાડના ટૂંડા ગામે દેશી દારૂના લિસ્ટેડ બુટલેગરને ત્યાં રેડ કરી પોલીસે મોટી માત્રામાં દેશી દારૂમાં વપરાતું રસાયણ તેમજ દેશી દારૂ નો જથ્થો કબ્જે લીધો હતો.
મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા એલ.સી.બી પોલીસના હે.કો યોગેશ શ્રવણભાઈ અને અ.હે.કો હરસુર નાનજીભાઈનાઓને બાતમી મળી હતી કે, ઓલપાડના કૂંડા ગામે રહેતા લિસ્ટેડ બૂટલેગર અમરત ઈશ્વરભાઈ પટેલનાઓએ માતા ફળિયાનાં પાછળના ભાગે આવેલા દરિયા કાંઠે બાવળોની ઝાડીમાં દેશીદારૂનો જથ્થો તથા સામગ્રીઓ છુપાવી રાખેલો છે.જે ચોક્કસ બાતમી આધારે પોલીસે રેડ કરી હતી.સ્થળ પરથી દેશીદારૂ ગાળવા માટેનું ગોળ પાણીનું રસાયણ 5,200 લીટર અને 455 લીટર દેશીદારૂ મળી 19,500નો કુલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.પોલીસે શંકર બુધિયા રાઠોડની અટકાયત કરી હતી.જ્યારે અમરત ઈશ્વર પટેલને વોન્ટેડ જાહેર કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


