બારડોલી : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ઉમરા ગામે રહેતી 17 વર્ષીય સગીરાને કોઈ અજાણ્યો યુવક લગ્નની લાલચ આપી પરિવારના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી જતા ચકચાર મચી ગઇ છે.પ્રાપ્ત માહિતી મુજબ ઓલપાડ તાલુકાના ઉમરા ખાતે રહેતા અને મૂળ અમરેલી જિલ્લાના એક પરિવારની 17 વર્ષીય દીકરીને કોઈ અજાણ્યો શખ્સ લગ્નની લાલચ આપી માતા પિતાના કાયદેસરના વાલીપણામાંથી બદ ઈરાદો પાર પાડવા માટે અપહરણ કરી ગયો હતો.સગીરા શરીરે પાતળા બાંધાની રંગે ગોરા વર્ણની,મોઢું લંબ ગોળ ઊંચાઈ 5.2 ફૂટ તેણે શરીરે ગ્રે કલરનો ડ્રેસ તથા સફેદ કલરની લેગીન્સ તથા સફેદ ઓઢણી તેમજ આંખો ઉપર નંબર વાળા ચશ્મા પહેરેલ છે.બનાવ અંગે સગીરાના પિતાએ ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ઓલપાડની 17 વર્ષીય સગીરા ગુમ

Leave a Comment