બારડોલી : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આજરોજ બપોર સુધીમાં 9 વ્યક્તિઓ કોરોના સંક્રમિત થયા છે ઓલપાડ તાલુકામાં કોરોના સંક્રમિત દર્દીની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.તાલુકામાં કીમ ગામે નવા ત્રણ કેસ નોંધાયા છે.આ તમામ વ્યક્તિઓને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામા આવ્યા છે.
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં કોરોના અટકવાનું નામ ન નથી લેતો ચેપગ્રસ્તોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. નવા 7 કેસ નોંધાયા છે.જેમાં અસનાદ ગામે ગાયત્રી ફળિયામાં રહેતા 64 વર્ષીય વૃદ્ધની તબિયત બગડતા જેનો કોરોના માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા જે પોઝિટિવ આવ્યો હતો.જ્યારે કીમ ગામે આવેલ સાઈ સ્વામી સોસાયટીમાં 44 વર્ષીય યુવાન,હરિહર નગરમાં રહેતી 24 વર્ષીય યુવતી,જ્યારે સોનારૂપા સોસાયટીમાં 33 વર્ષીય યુવાન કોરોના સંક્રમિત થયા છે.જ્યારે કોસંબા રાંદલ માતા મંદિર નજીક 50 વર્ષીય આધેડ,જ્યારે પ્લેટિનમ પેલેસમાં રહેતી 24 વર્ષીય યુવતી,જ્યારે કોસંબા ઓમનગરમાં 36 વર્ષીય મહિલા કોરોનાની ચપેટમાં આવ્યા છે.આમ ઓલપાડ તાલુકામાં નવા 9 કેસ નોંધાયા છે.


