– ભાજપના નેતા હોવાથી તુરંત જામીન ઉપર છોડી મૂકવામાં આવતા આમ આદમી પાર્ટીના નેતાઓએ ઉઠાવ્યા સવાલ
કામરેજ : સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં નવીપારડી ગામની સીમમાં આવેલ શિવશક્તિ હોટલના કમ્પાઉન્ડમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ચાલતું જુગારધામ કામરેજ પોલીસ ઝડપી પાડ્યું છે.પોલીસે દરોડા પાડી ઓલપાડ તાલુકા ભાજપ ઉપપ્રમુખ શાહ સહિત 6 વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે.તેમની પાસેથી રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન અને બે કાર મલીકુલ 11.08 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ સુરત જિલ્લાના કામરેજ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિગમાં હતા તે દરમ્યાન તેઓને બાતમી મળતા તેમણે નવી પારડી ગામની સીમમાં આવેલ શક્તિ હોટલના કમ્પાઉન્ડમાં રેડ કરી હતી તે દરમ્યાન કમ્પાઉન્ડમાં આવેલ સાઈ કાર્ગો ટ્રાન્સપોર્ટની ઓફિસમાં પૈસા વડે હાર જીતનો તીન પત્તીનો જુગાર રમી રહેલ 6 વ્યક્તિને ઝડપી પાડ્યા હતા.ઓલપાડ તાલુકા ભાજપ ઉપપ્રમુખ શાહ પણ જુગાર રમતા ઝડપાયા હોવાનું જાણવા મળે છે.જુગાર રમી રહેલ આ 6 વ્યક્તિઓ પાસેથી પોલીસે રોકડ રકમ,મોબાઈલ ફોન તેમજ બે કાર મળી કુલ 11.08 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કામરેજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપના નેતા હોવાથી તુરંત જામીન ઉપર તેમને છોડી મૂકવામાં આવતા આમ આદમી પાર્ટીના નેતાઓએ સવાલ ઉઠાવ્યા હતા.
આ વ્યક્તિઓ જુગાર રમી રહ્યા હતા
– લાલચંદ નારાયણલાલ શર્મા (રહે, કામરેજ, શાંતીકુંજ, મૂળ રહે, રૂપનગઢ, રાજસ્થાન)
– વિનોદકુમાર સુખરામ પુનીયા (રહે, કીમ, તુલસી હોટલની બાજુમાં સંસ્કારધામ સોસાયટી, મૂળ રહે, રાજગઢ, રાજસ્થાન)
– મનોજકુમાર કવરલાલ શાહ (રહે, કીમ બજાર, તા-ઓલપાડ,)
– અશોકભાઇ સાગરભાઈ લખોટીયા (રહે, કીમ જનકપૂર સોસાયટી)
– વાસુદેવકુમાર મૂલચંદભાઈ સ્વામી (રહે, બસેરા સોસાયટી, કામરેજ)
– વેણગોપાલ ચંદ્રન નાયક (રહે, કીમ હરિહર સોસાયટી)


