બારડોલી : સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં ઓવિયાણ ગામની સીમમાંથી પસાર થતી માઇનોર નહેરમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો.પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નીપજયું હોય પોલીસે મૃતદેહનો કબ્જો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગત મુજબ કામરેજ તાલુકાનાં ઓવિયાણ ગામની સીમમાં લાડવીગામ થી સણીયાગામ તરફ જતી માઈનોર નહેરમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો.ઘટના અંગે ઓવિયાણ ગામના સરપંચ વિકાશભાઈ ભીખુભાઈ રાઠોડ નાએ કામરેજ પોલીસને જાણ કરતાં તેઓ સ્થળ ઉપર પહોંચી નહેરમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો.આ અજાણ્યો પુરુષ 30 થી 32 વર્ષની વયનો જણાતો હોય કોઇ અગમ્ય કારણસર પાણીમાં ડુબી જવાથી તેનું મોત થયું હોય જેણે શરીરે સળપાતળ બાંધાંનો રંગે શ્યામ વર્ણનો મોઢું લંબગોળ છે જેની ઉંચાઇ 5 ફૂટ 4 ઇંચ ની છે અને તેણે શરીરે લાલ કાળી પટ્ટીવાળું શર્ટ તથા બલ્યું કલર નું જીન્સ તથા લાલ કલરની ચડ્ડી પહેરલ છે અને આ કામે મરણજનારના મોઢાના હોટના ભાગે હોટ ફાટી જવાથી લોહી નિકળે છે અને જમણા કાન ઉપર ઘસારા લાગવાથી કપાઈ ગયેલાનુ નિશાન છે.પોલીસે મૃતદેહનો કબ્જો લઈ તેના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.


