બેંગ્લુરુ,તા.૨૧
ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના ચીફ અસુદુદ્દીન ઓવૈસીના મંચથી પાકિસ્તાનના સમર્થનમાં નારા લગાવનારી યુવતીને ૧૪ દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવી છે. અમૂલ્યા લિયોના નામની આ યુવતીએ બેંગલુરુમાં આયોજિત એઆઇએમઆઇએમની એક રેલીમાં ઓવૈસીની હાજરીમાં પાકિસ્તાન જિંદાબાદના નારા લાગ્યા હતા. યુવતીએ આ દરમિયાન નાગરિકતા સંશોધન કાયદો, રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરની વિરુદ્ધ નારેબાજી પણ કરી હતી. પોલીસે તેની વિરુદ્ધ આઈપીસીની કલમ ૧૨૪છ હેઠળ રાજદ્રોહનો કેસ નોંધ્યો છે. અમૂલ્યાને પરપ્પાના અગ્રહારાની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવી છે.
નોંધનીય છે કે, જે સમયે યુવતીએ મંચ પરથી પાકિસ્તાન સમર્થિત નારા લગાવ્યા તે સમયે અસદુદ્દીન ઓવૈસી એ તેને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ સમગ્ર મામલામાં અમૂલ્યા લિયોનાના પિતાએ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું છે કે તેમની દીકરએ સીએએ વિરુદ્ધની રેલીમાં જે કંઈ પણ કર્યું તે બિલકુલ ખોટું હતું. તેઓએ કહ્યું કે દીકરીની આ હરકત સહન કરી શકાય તેવી નથી. તેઓએ કહ્યું કે મેં અનેકવાર દીકરીને આ આંદોલનથી દૂર રહેવાની સલાહ આપી હતી પરંતુ તેણે મારી વાત માની નહીં.
ઓવૈસીના મંચ પરથી પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવનાર યુવતીને ૧૪ દિવસની જેલ
Leave a Comment