– સરકાર અને ડોક્ટર્સ મુસ્લિમ મહિલાઓને એવું ઈન્જેક્શન આપે છે જેથી તેઓ પ્રેગનેન્ટ ન થઈ શકેઃ ફૈઝલ
નવી દિલ્હી,
અત્યારે સમગ્ર દેશ કોરોના વાયરસની જીવલેણ બીમારી સામે બાથ ભીડી રહી છે તેવામાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMના નેતા અબુ ફૈઝલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.વીડિયોમાં પાર્ટી નેતા કોરોના સંક્રમણ વિશે વાત કરતા મુસ્લિમોને કોરોનાની સારવાર કરાવવા માટે મનાઈ કરી રહ્યા છે. તેમણે વિવાદિત નિવેદન આપતા કહ્યું કે કોરોના એ મુસલમાનોને નપુંસક બનાવવાનું ષડયંત્ર છે.
વીડિયોમાં ફૈઝલ દાવો કરી રહ્યા છે કે તેમની પાસે પૂરતા પુરાવાઓ છે કે કોરોનાનું બહાનું બતાવીને સરકાર અને ડોક્ટર્સ સાથે મળીને મુસ્લિમ મહિલાઓને એવું ઈન્જેક્શન આપી રહ્યા છે જેનાથી તેમને બાળકો ન થાય અને મુસ્લિમ લોકોની સંખ્યા વધતી અટકે.
પોતાના વીડિયોમાં ફૈઝલ અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા મુસ્લિમ લોકોને સખત રીતે શિખામણ આપી રહ્યા છે કે તેઓ ડોક્ટર્સ પાસે કોઈ પણ પ્રકારના ઈન્જેક્શન ન લે અને જો કોઈ વારંવાર તમને ઈન્જેક્શન લેવા માટે કહે તો તેમનો હાથ તોડી નાખજો અથવા તો તે ઈન્જેક્શનને સૌથી પહેલા તેમને જ લગાવી દેજો.
ફૈઝલના કહેવા અનુસાર કોરોના-શોરોના કંઈ છે જ નહીં.આ આરએસએસનો વાયરસ ચાલી રહ્યો છે. સરકારે અત્યારે સમગ્ર મીડિયાને એક જ કામમાં વ્યસ્ત કરી દીધી છે કે મુસ્લિમ અને ઈસ્લામને ટાર્ગેટ કરતા રહો જેથી દેશનું વાતાવરણ ડામાડોળ થઈ જાય અને જે લોકો ગૌમૂત્ર પર અમલ કરે છે તેમની નસોમાં ગૌ-મૂત્ર વહેતું રહે.આ અગાઉ હૈદરાબાદ ઓલ્ડ સિટીમાં AIMIMના આ ધારાસભ્ય કન્ટેનમેન્ટ ઝોનમાં પહોંચીને નિગમના અધિકારીઓ સાથે બાખડી પડ્યા હતા.નોંધનીય છે કે સમગ્ર દુનિયા કોરોના વાયરસ વિરુદ્ધ લડાઈ લડી રહી છે.કોરોના વાયરસના પ્રકોપને ફેલાતો અટકાવવા માટે સરકારે અનેક વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોન બનાવી દીધો છે અને તેવા વિસ્તારોમાં લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.


