નવીદિલ્હી, તા.5 : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે હિન્દુત્વ અને લિચિંગને લઈન આપેલા નિવેદન બાદ એક નવી જ ચર્ચાએ જન્મ લઈ લીધો છે.દરમિયાન એઆઈએમઆઈએમના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ મોહન ભાગવતના નિવેદન અંગે ટીપ્પણી કરતાં લખ્યું કે નફરત હિન્દુત્વની દેન છે.આ ગુનેગારોને હિન્દુત્વવાદી સરકારનું જોરદાર પીઠબળ મળી રહ્યું છે.
ઓવૈસીએ તબક્કાવાર ટવીટ કરતાં લખ્યું કે સંઘના વડા ભાગવતે લિચિંગ કરનારા હિન્દુત્વ વિરોધી છે.આ અપરાધીઓને ગાય અને ભેંસમાં ફરક નથી સમજાતો પરંતુ કતલ કરવા માટે જુનૈદ,અળલાક,પહલુ,રકબર,અલીમુદ્દીનના નામ જ કાફી હતા.ઓવૈસીએ લખ્યું કે આ નફરત હિન્દુત્વની દેન છે.કેન્દ્રીય મંત્રીના હાથે અલીમુદ્દીનના ગુનેગારોને ફુલહાર કરવામાં આવે છે તો અળલાકના હત્યારાની લાશ ઉપર તિરંગો લહેરાવવામાં આવે છે.
ઓવૈસીએ આગળ લખ્યું કે આસિફને મારનારાના સમર્થનમાં મહાપંચાયત બોલાવવામાં આવે છે જ્યાં ભાજપના પ્રવક્તા પૂછે છે કે શું અમે ખૂન પણ ન કરી શકીએ ? કાયરતા,હિંસા અને ખૂન ગરવા ગોડસેની હિન્દુત્વાળી વિચારધારાનો અતૂટ હિસ્સો છે.મુસલમોની લિચિંગ પણ આ જ વિચારધારાનું પરિણામ છે.
મોહન ભાગવતના નિવેદન પર કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે પણ ટીપ્પણી કરી છે.તેમણે ટવીટ કરીને લખ્યું કે મોહન ભાગવતજી આ વિચાર શું તમે તમારા શિષ્યો,પ્રચારકો,વિશ્ર્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ કાર્યકરોને પણ આપશો ? શું આ શિક્ષા તમે મોદી-શાહ અને ભાજપના મુખ્યમંત્રીઓને પણ આપશો ? જો તમે તમારા વ્યક્તિ કરાયેલા વિચારો પ્રત્યે ઈમાનદાર છો તો ભાજપમાં એ બધા નેતા જેમણે નિર્દોષ મુસલમાનોને હેરાન કર્યા છે તેને તેના પદ પરથી હટાવી નાખવાનો તુરંત નિર્દેશ આપવો જોઈએ અને તેની શરૂઆત નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથથી કરવી જોઈએ. મને ખબર છે કે તમે આવું નહીં કરી શકો કેમ કે તમારી કથની અને કરનીમાં ફરક છે.પહેલાં તો તમે તમારા શિષ્યોને સમજાવો કેમ કે તેઓ મને અનેક વખત પાકિસ્તાન ચાલ્યા જવાની સલાહ આપી ચૂક્યા છે !
ઉલ્લેખનીય છે કે ગઈકાલે એક પુસ્તકના લોન્ચીંગ કાર્યક્રમમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે નિવેદન આપ્યું કે જો કોઈ હિન્દુ કહે કે મુસલમાન અહીં રહી ન શકે તો તે હિન્દુ નથી.ગાય એક પવિત્ર જાનવર છે પરંતુ જે તેના નામ પર બીજાને મારી રહ્યા છે તે લોકો હિન્દુત્વના વિરોધી છે. આવા મામલાઓમાં કાયદાએ પોતાનું કામ કરવું જોઈએ.તમામ ભારતીયોનો ડીએનએ એક છે પછી તે કોઈ પણ ધર્મનો હોય.


