ફ્રાન્સની સરકારનું કહેવું છે કે ઓસ્ટ્રેલિયાએ તેની સાથે અબજો ડોલરની ડીલ ખત્મ કરીને તેને દગો દીધો છે.ઓસ્ટ્રેલિયાએ અમેરિકા અને બ્રિટનની સાથે પરમાણુ ઉર્જાથી ચાલતી સબમરીન માટે નવી ડીલ કરી છે.આ AUKUS ડીલને લઇ ફ્રાન્સ ખૂબ જ નારાજ છે અને તેને પીઠમાં ખંજર ભોંકવા સુદ્ધાં ગણાવી દીધું છે.ફ્રાન્સે પોતાના રાજદૂતોને પણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયાથી પાછા બોલાવી લીધા જે આધુનિક ઇતિહાસમાં કદાચ પહેલી વખત આવું કર્યું છે.એવામાં એ સમજવું અગત્યનું થઇ જાય છે કે આખરે ફ્રાન્સની આ નારાજગીનું કારણ શું છે?
ફ્રાન્સને શું નુકસાન?
CNNના રિપોર્ટના મતે ઓસ્ટ્રેલિયાએ આ ડીલ તોડતા ફ્રાન્સને 65 અબજ ડોલરનું નુકસાન થશે.આ ડીલ ડીઝલથી ચાલતી સબમરીન માટે કરાઇ હતી.ફ્રાન્સ દુનિયાભરમાં હથિયારોને એક અગત્યનું એક્સપોર્ટર અને ડીલ રદ્દ થવાથી તેના રક્ષા ક્ષેત્રને મોટો આર્થિક ઝાટકો લાગવાનો ખતરો છે.એટલું જ નહીં હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં રણનીતિ નુકસાન ઉઠાવું પડી શકે છે જ્યાં તે પોતાની સ્થિતિ મજબૂત કરવાની કોશિશમાં હતા.
ઓસ્ટ્રેલિયાની સાથે વેપાર વધારવા માંગતું હતું
સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ (SIPRI)ના મતે વર્ષ 2010 થી 2020ની વચ્ચે ઓસ્ટ્રેલિયા હથિયારોનો ચોથો સૌથી મોટો આયાતકાર હતો જ્યારે ફ્રાન્સ તેને હથિયાર પહોંચાડનાર ત્રીજો સૌથી મોટો દેશ હતો.આ દરમ્યાન ફ્રાન્સથી ઓસ્ટ્રેલિયાને 6% હથિયાર જતા હતા.તે મુખ્યત્વે ટ્રાન્સપોર્ટ,કોમ્બેટ હેલિકોપ્ટર,અને ટોર્પીડો આપતું હતુ.સ્વાભાવિક છે કે બંને એકબીજા પર નિર્ભર તો નહોતા પરંતુ ફ્રાન્સને આશા હતી કે 12 અટેક-કલાસ પારંપરિક સબમરીન કરતાં આ સ્થિતિ શ્રેષ્ઠ હશે.
અમેરિકન ‘રાઝ’ ખત્મ કરવાની આશા પર પાણી ફરી વળ્યું
અમેરિકા,બ્રિટન અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે છાનામાના સમજૂતીથી ફ્રાન્સ ખાસ કરીને અમેરિકા પર ખૂબ જ ગુસ્સે છે.ફ્રાન્સને આશા હતી કે સમજૂતીની સાથે જ ઓસ્ટ્રેલિયાની સાથે તેની નિકટતા વધશે.ફ્રાન્સ પોતાના હિતોની પણ રક્ષા કરવા માંગે છે.એક મહત્વની રક્ષા ડીલ રદ્દ થવાથી યુરોપની આત્મનિર્ભરતા પર પણ જોર આપવાની અટકળો તેજ થઇ ગઇ છે જેથી કરીને અમેરિકા પર નિર્ભરતાને ઓછી કરી શકાય.ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમ્યુનેઅલ મેંક્રો પહેલાં પણ તેને લઇ સંકેત આપી ચૂકયા છે.
અમેરિકાએ પીઠ પાછળ ખંજર ભોંકયું?
એક સમય હતો જ્યારે અમેરિકા પર બ્રિટનનું રાજ હતું. તેની આઝાદીમાં ફ્રાન્સે મોટી ભૂમિકા નિભાવી હતી.વિચારધારાથી લઇ સૈન્ય સમર્થન સુધી બધું જ પહોંચાડ્યું હતું.અમેરિકાના સ્વતંત્રતા સેનાની ફ્રાન્સથી આ જંગની શીખલ લઇ રહ્યા હતા.એટલે સુધી કહ્યું હતું કે જો ફ્રાન્સના વિચારોની તાકાત ના મળતી તો અમેરિકા કયારેય બ્રિટનના પડછાયામાંથી નીકલવાની હિંમત કદાચ ના કરી શકયું હોત.અમેરિકન આંદોલનને ફ્રાન્સે સેના પણ પહોંચાડી અને આર્થિક મદદ પણ કરી હતી.હવે આધુનિક અમેરિકાએ જ તેનું પત્તું કાપી નાંખ્યું છે તો સ્વાભાવિક છે કે તે કેટલીક હદ સુધી નારાજ છે.