By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઔરંગાબાદ પાસે લૂંટારાઓએ દેવગિરી એક્સપ્રેસ પથ્થરમારાથી અટકાવી પ્રવાસીઓને લૂંટી લીધા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ઔરંગાબાદ પાસે લૂંટારાઓએ દેવગિરી એક્સપ્રેસ પથ્થરમારાથી અટકાવી પ્રવાસીઓને લૂંટી લીધા
GeneralMumbai

ઔરંગાબાદ પાસે લૂંટારાઓએ દેવગિરી એક્સપ્રેસ પથ્થરમારાથી અટકાવી પ્રવાસીઓને લૂંટી લીધા

HM News
Last updated: 23/04/2022 7:22 AM
HM News
3 years ago
Share
SHARE

મુંબઇ : ઔરંગાબાદથી મુંબઇ આવવા નીકળેલી દેવગિરી એક્સપ્રેસ ટ્રેનમાં પોટૂલ સ્ટેશન નજીક મધરાતે ત્રાટકેલા લૂંટારાઓએ ધારદાર હથિયારોની અણીએ પ્રવાસીઓને ભયભીત કરી તેમનાં કપડાં, પર્સ, મોબાઇલ અને દાગીના સહિતની ચીજોની લૂંટ ચલાવી હતી.બેખોફ લૂંટારા ગણતરીના સમયમાં લૂંટની ઘટનાને અંજામ આપી ફરાર થઇ ગયા હતા.પોલીસે આસપાસના વિસ્તારોમાં લૂંટારાઓના સગડ મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે.આ ઘટનાને પગલે લાંબા અંતરની ટ્રેનોમાં પ્રવાસીઓની સલામતી સામે ફરી પ્રશ્નાર્થ સર્જાયો છે.સિકંદરાબાદ- મુંબઇ- દેવગિરી એક્સપ્રેસ ઔરંગાબાદથી રાત્રે બાર વાગ્યે મનમાડ મુંબઇ તરફ જવા ઉપડી હતી.તે દરમિયાન અડધા કલાકમાં જ ટ્રેન પોટૂલ રેલવે સ્ટેશન નજીક પહોંચતા જ ટ્રેન ચાલકને સ્ટેશન પરનું સિગ્નલ બંધ દેખાયું હતું.વાસ્તવમાં લૂંટારાઓએ સિગ્નલ પર કપડાં ઢાંકી દીધાં હતાં. હજુ તો નજીકના સ્ટેશને જાણ કરવામાં આવે તે પહેલાં લૂંટારાઓએ ટ્રેન પર પથ્થરામારો કર્યો હતો.જોતજોતામાં ૮તી ૧૦ લૂંટારા ટ્રેનમાં પ્રવેશી ગયા હતા અને પ્રવાસીઓનો સામાન છિનવી લીધો હતો..ાથમિક માહિતી મુજબ એસ-૫થી એસ-૯સુધીમાં લૂંટારાઓએ લૂંટ ચલાવી હતી.અનેક પ્રવાસીઓએ લાખોની માલમત્તા ગુમાવી હતી.અડધા કલાક બાદ રેલવે મનમાડ તરફ રવાના થઇ ત્યાં પોલીસ તપાસમાં અનેક પ્રવાસીઓ લૂંટાયા હોવાની બાબત સામે આવી હતી.પોલીસે શલ્લેગાવ, દૌલતાબાદ, ઔરંગાબાદ, વાળુજ તરફ પોલીસોએ જઇ તપાસ કરી પણ લૂંટારાઓનો તત્કાળ પતો મળ્યો ન હતો.

‘માલ’ એટલે શું ? દીપિકાની પૂછપરછમાં પ્રશ્નોનો મારો : શ્રધ્ધા કપૂર અને સારા અલી ખાન પણ બ્યુરો ઓફીસે પહોંચ્યા
અરવલ્લીમાં ભાજપે ખેલ પાડ્યો : કોંગ્રેસના કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો
સુરત : પતિ પત્નીના ઝગડા બાદ પત્નીએ બદલો લેવા ભર્યું ચોંકાવનારું પગલું, પતિના બિભત્સ ફોટો કર્યા વાયરલ
દેશની 100 વર્ષથી વધુ જૂની પ્રમુખ મસ્જિદોના સર્વેની માગણી, સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ
ઉત્તરાખંડમાં નદી કિનારે બની રહેલી દિવાલના કામને રોકવા નેપાળી લોકોએ કર્યો પથ્થરમારો
Share This Article
Facebook Email Print
Previous Article મુંબઈ પબ્લિક સ્કૂલોમાં 5 જ દિવસમાં 11 હજાર એડમિશન
Next Article અસહ્ય ગરમી, લૂ, બફારાથી મુંબઇ માંદું પડી ગયું: મહારાષ્ટ્રમાં ગાજવીજ સાથે કમોસમી વર્ષા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up