ચીનના શાંઘાઈ પોર્ટ પરથી વાયા કંડલા પોર્ટ પાકિસ્તાન મોકલવા માટેના એક કન્સાઈન્મેન્ટ પર કસ્ટમ્સને શંકા પડતાં ચકાસણી કરી તેમાં મિસાઈલ્સ બનાવવા માટે વપરાતા અંદાજે ૧૦ કરોડના ઈક્વિપમેન્ટ હોવાનો ઘટસ્ફોટ થયો હતો.એનઆઈએ દ્વારા ગુનો નોંધીને પ્રાથમિક તપાસ કરતા મુંબઈ સ્થિત બે શિપિંગ કંપનીઓ આ આખા કિસ્સામાં શંકાના દાયરામાં આવી છે. ગ્દૈંછને કરાચી જતી ચીની જહાજના કેસની તપાસ સોંપાઈ છે.આ વેસલ મિસાઈલો માટે રોકેટ મોટર બનાવવા માટે સાધનો લઈ ગઈ હતી.નિરીક્ષણ દરમિયાન બેવડા ઉપયોગની સામગ્રી મળી આવ્યા બાદ ફ્ેબ્રુઆરી ૨૦૨૦ માં ચીનના વેપારી જહાજ દા કુઇ યુનને દીનદયાલ બંદર,અગાઉ કંડલા પોર્ટ તરીકે ઓળખાતા કસ્ટમ અધિકારીઓ દ્વારા તેની આગળની મુસાફ્રીથી રોકી દેવામાં આવી હતી.બાદમાં શંકાસ્પદ કાર્ગો જપ્ત કર્યા બાદ તેને કરાચી જવાની મંજૂરી આપવામાં આવી હતી.તપાસકર્તાઓએ આરોપ લગાવ્યો છે કે ચીની જહાજે કાર્ગો પરની ઓળખ અને જટિલ માહિતીને દબાવીને,શાંઘાઈથી પાકિસ્તાનના કાસિમ પોર્ટ સુધી, ડયુઅલ યુઝ કાર્ગો,ઓટોક્લેવ,ગુપ્ત રીતે મોકલવાનો પ્રયાસ કર્યો હતો.જેમાં જેના પગલે આખો કેસ ગ્દૈંછને સોંપવામાં આવ્યો હતો.

