ચીન છોડનારી કંપનીઓને લોભાવવા માટે ભારત યુરોપીય દેશ લક્ઝમબર્ગથી લગભગ બમણા આકારે લેન્ડ પુલ વિકસિત કરી શકે છે. મામલાની જાણકારી રાખનારા સૂત્રોએ આ જાણકારી આપી છે. સૂત્રોએ જણાવ્યુ છેકે,તેના માટે દેશભરમાં 4,61,589 હેક્ટર જમીનને ચિન્હિત કરી છે. ઓળખ જાહેર ન કરવાની શરતે એક સૂત્રએ જણાવ્યુ હતુકે, તેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ તથા આંધ્રપ્રદેશ જેવાં રાજ્યોમાં 1,15,131 હેક્ટર જમીન ઈન્ડસ્ટ્રીયલ લેન્ડ છે.વર્લ્ડ બેંક મુજબ, લગ્ઝમબર્ગ કુલ 2,43,000 હેક્ટરમાં ફેલાયેલું છે.ભારતમાં રોકાણ કરાનારાઓ માટે ઓછામાં ઓછા સમયમાં જમીનની ઉપલબ્ધતા મોટી સમસ્યા રહી છે.સઉદી અરામકોથી લઈને પોસ્કો જેવી કંપનીઓ ભૂમિ અધિગ્રહણમાં વિલંબથી બહુજ પરેશાન છે.
રાજ્ય સરકારો સાથે મળીને કામ
બ્લૂમબર્ગના એક અહેવાલ મુજબ,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર આ માટે રાજ્ય સરકારો સાથે મળીને કામ કરી રહી છે.હકીકતમાં,કોરોના વાયરસના રોગચાળા પછી,ચીનમાં કાર્યરત વિદેશી કંપનીઓ હવે બેઇજિંગ છોડવાનું વિચારી રહી છે અને ભારત તેનો લાભ લેવાની વિચારણા કરી રહ્યું છે.હાલમાં ભારતમાં ફેક્ટરીઓ લગાવનારી કંપનીઓએ જાતે જમીન ખરીદવાની હોય છે.કેટલાક સંજોગોમાં જમીન સંપાદનમાં વિલંબ થતાં પ્રોજેક્ટમાં પણ મોડું થાય છે.
સુવિધાઓથી રોકાણને લોભાવવામાં મળશે મદદ
જમીનની સાથે વીજળી,પાણી અને રસ્તાઓની સુવિધા ઉપલબ્ધ કરાવવાથી ભારત જેવા અર્થતંત્રમાં નવા રોકાણને આકર્ષવામાં મદદ મળશે.કોરોના વાયરસ રોગચાળાને કારણે થયેલા લોકડાઉનથી અર્થવ્યવસ્થા કથળી છે.
આ સેક્ટર પર છે નજર
સૂત્રોના જણાવ્યા અનુસાર જે ક્ષેત્રોમાં વૈશ્વિક સ્તરે અગ્રણી બનવા અને દેશને મેન્યુફેક્ચરીંગના ગઢ બનાવવાની ક્ષમતા છે તેમની ઓળખ કરવા માટે ઉદ્યોગ મંડળો સહિત વિભિન્ન સંબંધિત પક્ષોની સાથે ઘણી બેઠક થઈ છે. એક સૂત્રએ જણાવ્યુ, ’12 એવાં અગ્રણી ક્ષેત્ર છે,જેની ઉપર ધ્યાન આપી શકાય છે. આમાં મોડ્યુલર ફર્નિચર, રમકડાં, ફૂડ પ્રોસેસિંગ (દા.ત. રેડૂ ટૂ ઈટ ફૂડ), કૃષિ-રસાયણો, કાપડ (દા.ત. માનવસર્જિત કપાસ), એર કંડિશનર, મૂડીનો માલ, દવા અને ઓટો ઘટકો શામેલ છે. ‘
રોજગારની તકો પણ વધશે
તેમણે એમ પણ જણાવ્યુ હતુકે,મંત્રાલય એવાં ક્ષેત્રોની ઓળખ કરવા પર કામ કરી રહ્યુ છે,જેને નિકાસનાં ઉદ્દેશ્યની નજીક ભવિષ્યમાં પ્રોત્સાહન આપી શકાય છે. મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે ભારતના ધીમા પડતાં નિર્યાતને તેજ કરવા તથા રોજગારનાં વધારે તકો ઉભી કરવામાં મદદ મળી શકે છે. ઉલ્લેખનીય છેકે, ભારતનાં GDPમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું લગભગ 15 ટકા યોગદાન છે. ભારત સરકાર મેન્યુફેક્ચરિંગ સેક્ટરના જીડીપીમાં હિસ્સેદારી વધારવા પર ધ્યાન આપી રહી છે.