કચ્છ, તા. 04 ફેબ્રુઆરી 2022 શુક્રવાર : ગુજરાતમાં થોડા સમયમાં ભૂકંપના આંચકા અનુભવાય છે. આજે કચ્છમાં સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 3.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.કચ્છમાં આવેલા રાપર નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો છે.રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 3.1 નોંધાઇ છે. મળી રહેલી માહિતી અનુસાર, સવારે 10.15 વાગ્યે ભૂકંપનો આંચકો નોંધાયો હતો.ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 20 કિ.મી. દૂર નોંધાયુ છે.આ તીવ્રતા સામાન્ય હોવાથી કોઇ નુકશાન થયુ ન હતુ. સામાન્ય ધરા હલી હતી. લોકો ઘરની બહાર આવી ગયા હતા.


