- ઇન્ટરનેટ પર ફ્રોઝન ડીયરનો વીડિયો વાઇરલ
નવી દિલ્હી : આજે આપણે રોજ સાંભળીએ છીએ કે કાશ્મીર અને ઉત્તર ભારતમાં ઠંડીનો પારો આટલો નીચે ગયો.તેમા પણ કાશ્મીરમાં તો તાપમાન મોટાભાગના વિસ્તારમાં માઇનસમાં પહોંચી ગયું છે.થોડા સમય પહેલા બનેલી આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.
આપણે તો કદાચ ઠંડીમાં ચાની ચુસ્કી લેતા હઇશું, પરંતુ આ ઘટતા તાપમાનમાં જાનવરોની સિૃથતિ શું થતી હશે તે વિચાર્યુ છે.કઝાખસ્તાનનો આવો જ એક વિડીયો વાઇરલ થયો છે.તેમા માઇનસ 56 ડિગ્રી તાપમાનમાં હરણ ચાલતા-ચાલતા થીજી ગયું છે.
કેટલાય લોકોએ આ ઘટનાક્રમને ફ્રોઝન ડીયરનું નામ પણ આપ્યું છે.કઝાખસ્તાનમાં ભીષણ ઠંડીના લીધે રસ્તા પર ઊભેલું હરણ જામ થઈ ગયું.દૂરથી જોઈએ તો તેવું જ લાગે કે હરણનું પૂતળું છે,પરંતુ નજીક જઈ જોતા ખબર પડી કે હરણ ઠંડીના લીધે ફ્રીઝ થઈ ગયું છે.
કેટલાક લોકો હરણની નજીક ગયા તો જાણે તેનામાં જીવ આવ્યો તેમ ભાગવા લાગ્યું.ડો કે થોડે દૂર ગયા પછી તે જેવું રસ્તા વચ્ચે પહોંચ્યું ફરીથી થીજી ગયું.તે સમયે એક શખ્સ તેને પકડી લે છે.દાવો કરવામાં આવે છે કે સૃથાનિક લોકોએ વારંવાર થીજી જતા હરણને પકડીને તેના પરથી બરફ કાઢ્યો તેને ગરમાવો આવ્યો જેથી તેને રાહત મળે.