બારડોલી
આગામી તા-22મીએ કઠોદરા તાલુકા પંચાયત વોર્ડ નંબર ૮ ની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે કઠોદરા ગામના માજી સરપંચે ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસનો હાથ ઝાલતા સુરત જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. જાણવા મળતી માહિતી મુજબ માજી જીલ્લા, તાલૂકા પંચાયત સભ્યના પતિ એવા કઠોદરા ગામના માજી સરપંચ જયંતિભાઈ પટેલ ઉર્ફે દાજીએ ભાજપ સાથે છેડો ફાડી 200 કાર્યકરો સાથે કોંગ્રેસનો ખેસ ધારણ કરતાં સુરત જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. થોડા સમય પહેલાજ તા.પંચાયતના સભ્ય પદેથી તેમની પત્નીએ પણ રાજીનામું આપ્યું હતું. આગામી 22મીએ કઠોદરા તાલુકા પંચાયત વોર્ડ નંબર-8ની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ભાજપના આગેવાન અને કામરેજના કઠોદરા ગામના માજી સરપંચ જેન્તી પટેલ ૨૦૦ થી વધુ કાર્યકરો સાથે ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા છે. છેલ્લા ઘણા સમયથી સ્થાનિક રાજકારણથી નારાજ ચાલી રહ્યા હતા. જયંતિ પટેલે ભાજપ સાથે છેડો ફાડતા લગાવ્યા ગંભીર આરોપો તાલુકા પંચાયતની પેટા ચૂંટણી નજીક આવી છે તેવા સમયે છેડો ફાડતા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે.
કઠોદરાના માજી સરપંચ 200 કાર્યકર સાથે કોંગ્રેસમાં જોડાતા ભાજપમાં ખળભળાટ

Leave a Comment