ગાંધીનગર: કડી મામલતદાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર (કરાર આધારિત) અને કડી તાલુકા સેવા સદનનો જીસ્વાન નેટવર્ક એન્જિનિયર (કરાર આધારિત) રૂપિયા ત્રણ હજારની લાંચ લેતા આજે એસીબીના હાથે ઝડપાયા હતા. આ કામના ફરિયાદીની જમીન ૫૨,૫૩ ના ઉતારા તથા હક્ક પત્રક ૬ ની નોંધો કઢાવવાની હોય જે બાબતે મામલતદાર કચેરી કડી ખાતે જરૂરી અકિલા આધાર પુરવા સાથે અરજી કરી ફી ભરેલ હોય તેમ છતા આ કામના આરોપી મનોજ કુમાર શિવાભાઈ ભૂરા,ઉવ.૩૪, જીસ્વાન નેટવર્ક એન્જિનિયર (કરાર આધારિત) તાલુકા સેવા સદન કડી,( ખાનગી વ્યક્તિ) (રહે. ૧૨૪, બાબુકાકા વાસ,પટેલ અકીલા માઢ, શેરથા,તા.જી.ગાંધીનગર)ને મળતા ઝડપથી નકલો કાઢી આપવા સારું રૂ.૩,૦૦૦ ની માગણી કરી હતી. જેથી આ રકમ આપવાનો વાયદો હોય અને લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય જેથી ફરિયાદીએ એ.સી.બી. મહેસાણાનો સંપર્ક કરી ફરિયાદ આપતાં જે આધારે આજરોજ લાંચનુ છટકુ ગોઠવતા મનોજ કુમાર શિવાભાઈ ભૂરા,ઉવ.૩૪, જીસ્વાન નેટવર્ક એન્જિનિયર (કરાર આધારિત) તાલુકા સેવા સદન કડીનાઓએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ફરીયાદીને લાંચના રુ.૩,૦૦૦ પરેશભાઈ પ્રહલાદભાઈ પટેલ,ઉ.વ.૨૯,કોમ્પ્યુટર ઓપરેટર,(કરાર આધારિત) સમાજ સુરક્ષા શાખા, મામલતદાર કચેરી કડી,(ખાનગી વ્યક્તિ) (રહે.મુ.પો.ઈન્દ્રાડ તા.કડી, જી.મહેસાણા)ને આપવાનું કહ્યું હતું. અને પરેશ પટેલે રૂ ૩,૦૦૦ની લાંચ તાલુકા સેવા સદન,કડી જીસ્વાન સર્વર રૂમ , કડી જી.મહેસાણા ખાતે સ્વિકારતા બન્ને આરોપીઓ સ્થળ ઉપર પકડાઇ ગયા હતાં. આ મામલે ટ્રેપિંગ અધીકારી તરીકે બી.કે.ચૌધરી, પી.આઈ. એ.સી.બી.મહેસાણા તથા એસ.બી.કુંપાવત પો.સબ.ઈન્સ તથા મહેસાણા એ.સી.બી. ટીમે કામગીરી હતી. જ્યારે સુપરવીઝન અધીકારી તરીકે એ.કે.પરમાર, મદદનીશ નિયામક એ.સી.બી.ગાંધીનગર એકમએ કામગીરી કરી હતી.


