કડોદરાની શ્રી સાંઈ પ્રોસેસ મીલમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી

HM News
2 Min Read

કડોદરા : સુરતના કડોદરા વિસ્તારમાં જોલવા ગામ નજીક આવેલ શ્રી સાઈ પ્રોસેસ મિલમાં અચાનક આગ લાગતા અફરતફરી મચી જવા પામી હતી.મિલમાં લાગેલી આગે જોતામાં વિકાર સ્વરૂપ ધારણ કર્યું હતું.ઘટના અંગેની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પોહચ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.સવારે ૬:૫૧ વાગ્યાના અરસામાં ફાયર બ્રિગેડને ભીષણ આગનો મેસેજ મળતા તાત્કાલિક કડોદરા,કામરેજ,અનેં PPL ફાયર ફાયટરો ઘટનાસ્થળ તરફ રવાના થઇ હતી.

ફાયર વિભાગ સૂત્રોના જણાવ્યા મુજબ સુરતના કડોદરા વિસ્તારના ઝોલવા ગામ નજીક ખાતા નંબર 9થી 22મા આવેલ શ્રી સાઈ પ્રોસેસ મિલમાં સવારે 6 વાગ્યાના અરસામાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી,શ્રી સાઈ પ્રોસેસ મિલમાં બોઇલરમાં ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હતી.જો જોતા માં આગે વિકાર સ્વરૂપ ધારણ કર્યું હતું.જેને પગલે તાત્કાલિક આગ અંગેનો કોલ ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.કડોદરા,કામરેજ,અનેં PPL ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યાં હતા અને બે કલાકની ભારે જેહમદ બાદ ફાયર વિભાગના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો હતો.

કડોદરાની શ્રી સાઈ પ્રોસેસ મિલમાં બોઇલરમાં ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટ થવાને કારણે લાગેલી આગમા ઓઇલ વાયરીંગ ડીઝલ પંપ વગેરે બળીને ખાખ થઈ જવા પામ્યા હતા.તો બીજી તરફ વર્કરો સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ ન હતી.ભીષણ આગ લાગવાને કારણે આગના ધુમાડા દૂર દૂર સુધી દેખાયા હતા.જો કે સમયસર આગ ની જાણ થતાં ફાયર વિભાગના લશ્કરોએ આગ પર કાબુ મેળવી લેતા સૌએ હાશકારો લીધો હતો.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *