બારડોલી : ગુરુવારે વહેલી સવારે સ્ટેટ વિજલિન્સની ટીમે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા નગરમાં ક્રિષ્ના નગર વિસ્તારમાં એક બિલ્ડિંગના રેડ કરતાં લાખ્ખો રૂપિયાની વિજ ચોરીનો પર્દાફાશ થયો હતો.વિજલિન્સની ટીમે હાલ જૂનું મીટર કબ્જે લઈ તપાસ હાથધરી હોવાનું જાણવા મળ્યું હતું.મળતી માહિતી અનુસાર ગુરુવારે વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં સ્ટેટ વિજલિન્સની વીજ કંપનીની ટીમે પલસાણાના કડોદરા CNG પંપની પાછળના ભાગે બિલ્ડિંગના સરપ્રાઈઝ વીજ ચેકીંગ હાથધર્યું હતું.જેમાં કડોદરા દુર્ગાનગર કોલોનીમાં ચેકીંગ દરમિયાન મેહુલ રઘા ભરવાડ (રહે.ખોલવડ તાં.કામરેજ )ની માલિકીની 108 જેટલી રૂમો(ખોલી) નું પ્રાઇવેટ મીટર સાથેનું વીજ કનેક્શન ડાયરેકટ વીજના થાંભલા સાથે જોળેલું મળી આવ્યું હતું બરોડા GUVNLની વિજિલન્સના મુખ્ય અધિકારીની સૂચનાથી જુદાજુદા જિલ્લાની વિજલિન્સની ટીમે સમગ્ર બિલ્ડિંગના ચેકીંગ હાથધરવામાં આવ્યું હતું જેમાં દરેક રૂમના એક પ્રાઇવેટ મીટર લગાવવામા આવ્યું હતું. દરેક મીટરનું મુખ્ય કનેક્શન સર્વિસ વાયર વળે સીધુ થાંભલા સાથે જોડાયેલું મળી આવ્યું હતું વિજલિન્સની ટીમે સર્વિસ વાયર તેમજ તમામ રૂમોનું બંધ પડેલું મુખ્ય મીટર કબ્જે લઈ તપાસ અર્થે મોકલી આપ્યું હતુ તેમજ રૂમ માલિક વીજચોરી હેઠળ ગુન્હો નોધવાની તજવીજ હાથધરી હતી એકાએક આટલી મોટી વીજ ચોરી સામે આવતા આસપાસના લોકો ફફડી ઉઠ્યા હતા


