કડોદરા : સુરત જિલ્લાના કડોદરા નગર માંથી પસાર થતી ઉધના માઈનોર કેનાલ માંથી પાલિકાએ રાતોરાત ખોદી નહેર નીચેથી પસાર કરેલી ડ્રેનેજ લાઇનના એકાએક ભંગાણ પડતા ડ્રેન્જનું પાણી નહેરમાં વહી રહ્યું હતું સામાન્ય જનતા સામે સામાન્ય બાબતમાં બાઈ ચઢાવતું સિંચાઈ ખાતું પાલિકા સામે શુ પગલાં લેશે એ આવનાર સમય જ બતાવશે
કડોદરા પાલિકાનો વધુ એક વિવાદ સામે આવ્યો છે કડોદરા પાલિકાએ રાતોરાત સી.એન.જી પમ્પની બાજુ માંથી પસાર થતી ઉધના માઇનોર કેનાલ નીચેથી વગર પરમિશને સરગમ કોમ્પ્લેક્ષની ડ્રેન્જ લાઇન પસાર કરી સરગમ કોમ્પ્લેક્ષનું ડ્રેનજનું પાણી કડોદરા ચાર રસ્તા તરફ વાળવાનો પ્રયાસ કર્યો હતો જોકે નહેરની નીચેથી પાઇપલાઇન પસાર કરતા પાણીનું વહેણની લેવલ આવતા પાણી ફરી ચલથાણ તરફ જ વહી રહ્યું છે તો બીજી તરફ નહેરની નીચેથી પસાર કરાયેલી ડ્રેન્જ લાઇન તૂટી જવાના કારણે ડ્રેનેજનું પાણી સીધું નહેરમાં વહી રહ્યું છે નહેરના પાણીમાં ડ્રેનજનું દુર્ગંધ યુક્ત પાણી ભેળવાના કારણે ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો સામનો કરવો પડે એમ છે આ બાબતે નહેર ખાતું પાલિકા સામે પગલે લે કે રાજકીય દબાણમાં આવીને સમગ્ર મામલે ભીનું સંકેલે એ જોવું રહ્યું.