બારડોલી : કડોદરા પોલીસના અ.હે.કો.દીપકભાઈ શકરભાઈ નાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે પલસાણાના વાંકાનેડા ખાતે રહેતો લિસ્ટેડ બુટલેગર પ્રવીણ સોમાભાઈ વાંસફોડીયા નાઓએ વિદેશી દારૂનો જથ્થો મંગાવી રાખી સેઢાવ ગામની સીમમાં સંતાડી રાખેલ છે અને સુરત શહેરમાં સગેવગે કરવાની ફિરાકમાં છે જે બાતમી આધારે પોલીસની એક ટીમે પલસાણા તાલુકાના સેઢાવ ગામની સીમમાં આવેલ સરદાર સોસાયટીની પશ્ચિમ બાજુએ આવેલ ખુલ્લી જગ્યામાં રેડ કરી તપાસ કરતા ત્યાં જુદી જુદી બ્રાન્ડના વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી પોલીસે 1344 નંગ બોટલ કબ્જે કરી 1,59,600/- નો મુદ્દામાલ કબ્જે કરી પ્રવીણ વાસફોડીયાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.