By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કડોદરા પોલીસ ચોકીની સામે આવેલી સુરત ડિસ્ટ્રીકટ બેન્કની શાખામાંથી ધોળા દિવસે લૂંટ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > કડોદરા પોલીસ ચોકીની સામે આવેલી સુરત ડિસ્ટ્રીકટ બેન્કની શાખામાંથી ધોળા દિવસે લૂંટ
GeneralSouth Gujarat

કડોદરા પોલીસ ચોકીની સામે આવેલી સુરત ડિસ્ટ્રીકટ બેન્કની શાખામાંથી ધોળા દિવસે લૂંટ

HM News
Last updated: 14/06/2022 5:17 AM
HM News
3 years ago
Share
SHARE

બારડોલી : સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા ચાર રસ્તા પાસે આવેલી સુરત ડિસ્ટ્રીકટ કો-ઓપ.બેંકની શાખામાં ધોળાં દિવસે ચાર વાગ્યાના અરસામાં મોઢા પર માસ્ક પહેરી બેંકમાં પ્રવેશ કરી ડુપ્લીકેટ પિસ્તોલ જેવા હથિયારથી ચાર કર્મચારીને બાનમાં લઇ કેશમાંથી અંદાજિત 6,83,967 લાખ રૂપિયાની લૂંટ કરી નાસી છૂટ્યો હતો.આ ઘટનાને કારણે સુરત જિલ્લા પોલીસ દોડતી થઈ હતી.

મળતી માહિતી અનુસાર પલસાણા તાલુકાના કડોદરા ચાર રસ્તા નજીક વામદોત પેટ્રોલપંપની બાજુમાં આવેલ એક કોમ્પ્લેક્સમાં પહેલા માળે સુરત ડિસ્ટ્રીકટ કો-ઓપ.બેંકની કડોદરા શાખા આવેલી છે.સોમવારે સાંજે 4 વાગ્યાના અરસામાં બેંકમાં ગ્રાહકના સ્વાંગમાં એક યુવાન માથા પર ટોપી અને મોઢા પર માસ્ક પહેરીને ઘુસી આવ્યો હતો.પ્રથમ બેન્કના એટીએમ મશીન તરફ જઈ બેન્કની અંદરની પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ સીધો બેન્કમાં પ્રવેશ્યો હતો.આ સમયે બેન્કમાં મેનેજર ધવલ પટેલ અન્ય એક પુરુષ કર્મચારી અને 2 મહિલા કર્મચારી મળી કુલ 4 કર્મચારીઓ હાજર હતા ત્યારે અચાનક લૂંટારુંએ તેની પાસેની થેલીમાંથી પિસ્તોલ જેવું હથિયાર બતાવી તમામ કર્મચારીઓના ફોન ફેંકાવી દીધા હતા ઘૂંટને બેસાડી દીધા અને તમામને બંધક બનાવી દીધા બાદ બેન્કમાંથી કેશ બારી પાસે જઈ એક બેગમાં 6,83,967 લાખ રૂપિયા લૂંટી બેન્કના મુખ્ય દરવાજાને તાળું મારી ભાગી છૂટ્યો હતો.ધોળા દિવસે ભરચક વિસ્તારમાં લૂંટ થવાની ઘટનાને લઈ એલ.સી.બી.,એસ.ઓ.જી.તેમજ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.ઘટના અંગે કડોદરા બ્રાન્ચના મેનેજર ધવલ દિનેશભાઇ પટેલ(ઉ.વ.35,ઘર 20 પંચવટી સોસાયટી રહ્મ શોપિંગ સેન્ટર પરલે પોઇન્ટ સામે સુરત શહેર)નાઓએ કડોદરા GIDC પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી

સલમાનને ધમકીના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની પાલઘરમાં તપાસ
મહારાષ્ટ્રમાં મહાભારત! સચીન વાઝેનો લેટર-બોંબ : વધુ એક પ્રધાનનું નામ
કપરાડા બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસના પક્ષ પલટુઓ વચ્ચે કાંટા ની ટક્કર, બાબુ વરથાએ 25000 મતો ની લીડ થી જીતનો કર્યો દાવો !
મહારાષ્ટ્રની રાજકીય કટોકટી વચ્ચે આદિત્ય ઠાકરેએ ટ્વિટર બાયોમાં કર્યો મોટો ફેરફાર
કોરોના વાયરસ સામે લડવા સુરતની સોસાયટીએ લગાવ્યું બોર્ડ
Share This Article
Facebook Email Print
Previous Article Кредитные карты с льготным периодом в Россельхозбанке с условиями на 2020 год
Next Article ડાંગ જિલ્લાના સુબિર તાલુકામા ૫૭ મી.મી. વરસાદ : જિલ્લાના ત્રણેય તાલુકાઓમા વરસાદ નોંધાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up