By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કડોદરા લઠ્ઠાકાંડ પ્રકરણ : પોલીસ સામે નોંધાયેલા ગુનાના કેસ પેપર રાખી મુકવા બદલ બારડોલીના જમાદાર સસ્પેન્ડ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > કડોદરા લઠ્ઠાકાંડ પ્રકરણ : પોલીસ સામે નોંધાયેલા ગુનાના કેસ પેપર રાખી મુકવા બદલ બારડોલીના જમાદાર સસ્પેન્ડ
GeneralSouth Gujarat

કડોદરા લઠ્ઠાકાંડ પ્રકરણ : પોલીસ સામે નોંધાયેલા ગુનાના કેસ પેપર રાખી મુકવા બદલ બારડોલીના જમાદાર સસ્પેન્ડ

HM News
Last updated: 23/09/2021 8:54 AM
HM News
4 years ago
Share
SHARE

બારડોલી : સુરત જિલ્લાના બારડોલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જયંતીભાઈ ચૌધરી અગાઉ જિલ્લા પોલીસ વડાની કચેરીની રીડર શાખામાં ફરજ બજાવતા હતા તે દરમ્યાન કડોદરા લઠ્ઠાકાંડ સમયે પોલીસ વિરુદ્ધ નોંધાયેલા ગુનાના કામના કેસ પેપરો ઇરાદાપૂર્વક પોતાની પાસે રાખી મુખ્ય હોવાનું બહાર આવતા જિલ્લા પોલીસ વડાએ તેમને સસ્પેન્ડ કરી દેતા ચકચાર મચી ગઇ છે.

આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા ખાતે વર્ષ 2016 દરમ્યાન સર્જાયેલા લઠ્ઠાકાંડ દરમ્યાન કડોદરા પોલીસ સ્ટેશનમાં જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન તેમજ એસ.ઓ.જી. એલ.સી.બી.માં ફરજ બજાવતા કેટલાક પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ બુટલેગરો સાથે સાંઠગાંઠ હોવાની ફરિયાદ જે તે સમયના જિલ્લા પોલીસ વડા રીડર પી.એસ.આઈ.એ કડોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.જે અંગેની તપાસ સુરત શહેર પોલીસને સોંપવામાં આવી હતી.જે અંગે તપાસ દરમ્યાન કોર્ટમાં સી- સમરી ભરવામાં આવી હતી.આ ગુનાના કામના કેસ પેપરો કડોદરા પોલીસ દ્વારા જિલ્લા પોલીસ વડાની કચેરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. જો કે આ સમયે સુરત જિલ્લા પોલીસના હે.કો. જયંતિભાઈ ચૌધરી જિલ્લા પોલીસ વડાની રીડર શાખામાં ફરજ બજાવતા હતા.જે તે સમયે તેમના વિરુદ્ધ લઠ્ઠાકાંડ દરમ્યાન સાંઠગાંઠનો ગુનો નોંધાયો હતો.એ જ કેસ પેપરો તેમની પાસે આવતા તેમણે ઉચ્ચ અધિકારીને સુપ્રત કરવાની જગ્યાએ પોતાની પાસે ઓફિસમાં રાખી મુક્યા હતા.સદર ગુનાના કેસ પેપરો ગાંધીનગર ખાતે મંગાવવામાં આવતા ફરી કડોદરા પોલીસ સ્ટેશનમાં કેસ પેપર અંગે તપાસ કરાવવામાં આવતા કેસ પેપર જિલ્લા પોલીસ વડાની કચેરીની રીડર શાખામાં ઇરાદપૂર્વક રાખી મુકવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું જેને આધારે પ્રાથમિક તપાસ દરમ્યાન હાલ બારડોલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જયંતીભાઈ ચૌધરીને જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કરી દેતા ફફડાટ ફેલાયો છે.

સરકારની સીધી દેખરેખ હેઠળ રાજયમાં સારી બ્રાન્ડનો દારૂ વેચાવો જોઈએ : શંકરસિંહ
ગુજરાતીઓ-રાજસ્થાનીઓ વગર મહારાષ્ટ્ર પાયમાલ થઈ જશે : મહારાષ્ટ્રના ગવર્નર કોશિયારી, શિવસેના ગુસ્સે ભરાયું
ISROનું મિશન શુક્ર: ડિસે. 2024 સુધીમાં લોન્ચિંગની યોજના
PMને પત્રકારની સલાહ- ઇકોનોમીમાં ચમત્કાર ઇચ્છતા હોવ તો મનમોહન સિંહની નીતિ અપનાવો
સુરત ઈન્કમટેક્ષમાં ફેસલેસ એસેસમેન્ટ સ્કેમ ! : શહેરના ત્રણ ટોચના સીએ બેકાબુ
Share This Article
Facebook Email Print
Previous Article આઝાદી બાદ પહેલીવાર બદલાઈ ગુજરાત પોલીસની ચોપડા સિસ્ટમ
Next Article BJP નેતા કિરીટ સોમૈયાએ ઠાકરે સરકાર અને મુંબઈ પોલીસ સામે નોંધાવી ફરિયાદ,ધારાસભ્ય મુશરીફ પર લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up