બારડોલી : મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં કડોદરા શાંતિનગરમાં ઉમા કોમ્પ્લેક્ષના મકાન નંબર 207 માં રહેતા સમાધાન હીરામણ મહાજન (ઉ.વ.34 મૂળ તાં.દરનગાવ જી.જલગાવ મહારાષ્ટ્ર)નાઓ પત્ની વંદના માતા કમલ બેન તમેજ બે સંતાન સાથે રહી જયભારત મિલમાં નોકરી કરી ગુજરાન ચલાવતા હતા મંગળવારે બપોરમાં સમયે તેઓ નોકરી પર હાજર હતા અને પત્ની અને માતા ઘરે હતા ત્યારે પત્ની વંદનાએ ઘરના રસોડામાં સિલિંગ હુક સાથે નાઈલોનની દોરી વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું ઘટના અંગે મૃતકના પતિ સમાધાન મહાજને કડોદરા પોલીસમાં જાણ કરતાં પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી છે