ગુજરાતની કતારગામ બેઠકના ચૂંટણી પરિણામ પર સૌની નજર ટકેલી છે.કારણ એ છે કે આ સીટ પરથી આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રમુખ ગોપાલ ઈટાલિયા ચૂંટણી લડી રહ્યા છે.આ બેઠક પર કોંગ્રેસે પ્રજાપતિ સમાજમાંથી આવતા કલ્પેશ વારિયાને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે ભાજપના ઉમેદવાર વિનોદભાઈ મોરડિયા છે જેઓ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં શહેરી વિકાસ રાજ્યમંત્રી પણ છે.પ્રારંભિક વલણો અનુસાર હાલમાં કતાર ગામ બેઠક ઉપર આપના ગોપાલ ઈટાલીયા અને વરાછા બેઠક ઉપર અલ્પેશ કથીરિયા આગળ ચાલી રહી છે તો ઓવરઓલ નજર કરીયે તો 117 બેઠક ઉપર ભાજપ આગળ ચાલી રહી છે. 40 બેઠક ઉપર કોંગ્રેસ અને 2 બેઠક ઉપર આપ આગળ ચાલી રહી છે.હ્યા છે.
ગોપાલ ઈટાલિયા પાટીદાર સમાજમાંથી આવે છે.તેઓ 2015માં પાટીદાર આંદોલનમાં ખૂબ જ સક્રિય હતા.બાદમાં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા અને પાર્ટીના વિસ્તરણમાં મહત્વની ભૂમિકા ભજવી. AAPના સંયોજક અરવિંદ કેજરીવાલે રાજ્યમાં પાર્ટીની કમાન ગોપાલને સોંપી છે.ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સૌથી લોકપ્રિય ચહેરા છે.ગઢવીને પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ અનેક વીડિયો જાહેર કરીને ગોપાલ ઈટાલિયાને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.ભાજપ તરફ વિડિયો જાહેર કરતા આરોપ લગાવવામાં આવ્યો કે ઈટાલિયાએ પીએમ મોદીની માતા વિશે વાંધાજનક વાતો કહી.આ સિવાય એક વીડિયો સાથે દાવો કરવામાં આવ્યો હતો કે ઈટાલિયાએ મંદિરોને મહિલાઓના શોષણની જગ્યા ગણાવી હતી.આમ આદમી પાર્ટીએ જોકે આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે વિડિયો જૂનો હતો જ્યારે ઈટાલિયા AAP સાથે સંકળાયેલું ન હતું.