સુરત, 27 મે : સુરત મહાનગર પાલિકામાં સમાવિષ્ટ થયેલા કનકપુર કનસાડમાં આવેલા વર્ષો જુના જર્જરિત આવાસમાં રહેતા ગરીબ પરિવારો જીવના જોખમે રહેતા હોય આ આવાસને રિડેવલોપમેન્ટ સ્કિમ હેઠળ આવરી લઇ પુનઃ નિર્માણ કરવા માટે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી માંગણી કરવામાં આવી છે.
આપ દ્વારા જિલ્લા કલેકટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, સુરત મહાનગર પાલિકામાં સમાવિષ્ટ કરવામાં આવેલા કનકપુર કનસાડમાં ગરીબ અને મજુર વર્ગના લોકા માટે આવાસ બનાવવામાં આવ્યા છે.આ આવાસ ૨૦૧૪થી જર્જરિત થઇ ગયા છે.આવાસમાં પ્લાસ્ટલ, સ્લેબ તુટી પડવાના બનાવો બની રહ્યા છે.લોકો ભયનો ઓથર હેઠળ જીવના જોખમે આવાસમા રહેવા માટે મજબુર છે.જર્જરિત થઇ ગયેલા આ આવાસમાં કોઇ પણ ઘડીએ અકસ્માત સર્જાય અને જાનહાની થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.ત્યારે શહેરમાં સમાવિષ્ટ વિસ્તારમાં આવેલા આ આવાસોને રિડોવલોપમેન્ટ સ્કિમ અતર્ગત આવરી લઇને પુનઃનિર્માણ કરવાની માંગણી કરવામાં આવી છે.