લખનૌ, તા. 21. માર્ચ 2020 શનિવાર
બોલીવૂડ સિંગર કનિકા કપૂર લંડનથી પાછી ફરી હતી અને એ પછી તરત જ લખનૌની હાઈપ્રોફાઈલ પાર્ટીમાં સામેલ થઈ હતી.
બાદમાં તે કાનપુર પોતાના સબંધીને ત્યાં રોકાઈ હતી.પાછળથી ખબર પડી હતી કે કનિકા જ કોરોના પોઝિટિવ છે.આ ખબર સાંભળ્યા બાદ યુપી સરકારના જ નહી લોકોના પણ હોશ ઉડી ગયા હતા.
કનિકા જે પાર્ટીમાં હાજર હતી તેમાં રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજે, તેમના સાંસદ પુત્ર દુષ્યંતસિંહ, યોગી સરકારના સ્વાસ્થ્ય મંત્રી જય પ્રતાપસિંહ સહિતના હાઈ પ્રોફાઈલ લોકો સામેલ હતા.હવે માત્ર અંદાજ જ લગાવી શકાય તેમ છે કે કનિકાના કારણે કેટલા લોકો કોરોનાની ચપેટમાં આવ્યા હશે.
જોકે કનિકાના કારણે જે પરિસ્થિત સર્જાઈ રહી છે તે પણ જાણવા જેવી છે.સીએમ યોગીએ પોતાની કેબિનેટના તમામ મંત્રીઓને આઈસોલેશનમાં રહેવાનો નિર્દેશ આપ્યો છે.બીજી તરફ જનતા દરબારમાં હાજરી નહી આપવા માટે પણ મંત્રીઓને જણાવાયુ છે.
કનિકા કાનપુર પણ ગઈ હોવાથી હોટલ, રેસ્ટોરન્ટ, ખાપા પીવાની દુકાનો બંધ કરાવાઈ છે.જે ટાવરમાં તે પોતાના સબંધીના ઘરમાં રોકાઈ હતી તે આખી બિલ્ડિંગને સેનિટાઈઝ કરવામાં આવી છે.
વસુંધરા રાજેના પુત્ર દુષ્યતં સિંહ સાંસદ પણ હોવાથી હવે સંસદની કાર્યવાહી સ્થગિત કરવા ઘણા સાંસદોએ માંગ કરી છે.