સિંગર કનિકા કપૂરના ફેન્સ માટે ગુડન્યૂઝ છે. કોરોના પોઝિટિવ મળ્યા પછી 20 માર્ચના લખનૌની સંજીવ ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન્સ્ટીટ્યૂટ ઑફ મેડિકલ સાઇન્સ હોસ્પિટલમાં દાખલ સિંગર કનિકા કપૂર હવે ઠીક થઇ ગઇ છે, કનિકાનો સતત બીજો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જે પછી તેણે ડિસ્ચાર્જ કરી દેવામાં આવી છે
જોકે ઘર પરત ફર્યા પછી કનિકાને ડોક્ટર્સે તેને સાવધાની રાખવાનું કહ્યું છે અને ઘરમાં 14 દિવસ સુધી ક્વૉરન્ટીન રહેવાનું કહ્યું છે. ઉલ્લેખનીય છે કે, કનિકા કપૂરનો રવિવારે (પાંચ એપ્રિલ) થયેલો કોરોનાવાઈરસનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. કનિકાનો આ છઠ્ઠી વખત ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
ઘણા દિવસોથી હોસ્પિટલમાં આઇસોલેશમાં રહેતા કનિકાને પોતાની ફેમિલી અને બાળકોની ખૂબ જ યાદ આવતી હતી, તે પોતાના પરિવાર અને બાળકોની સાથે વીડિયો કોલની મદદથી વાત કરતી હતી.
તમને જણાવી દઇએ કે, કનિકા કપૂર જ્યારે કોરોના પોઝિટિવ હોવાની વાત સામે આવી ત્યારે તમામ લોકો ચોંકી ગયા હતા. કનિકા પર આરોપ છે કે તે વિદેશથી પરત ફર્યા પછી મુંબઇ એરપોર્ટ પર તપાસ કરાવ્યા વગર ત્યાંથી નીકળી ગઇ હતી, તેણે સોશ્યલ મીડિયા પર ઘણી ટ્રોલ કરવામાં આવી. આ સિવાય કનિકાને જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે તેણે ડોક્ટર્સની સાથે સારી રીતે વ્યવહાર કર્યો ન હતો, તે સારવાર માટે સપોર્ટ કરતી ન હતી. જોકે આ બધાની વચ્ચે કનિકાને ઠીક થઇ ગઇ છે અને હવે પોતાના ઘરે જઇને 14 દિવસ સુધી ક્વૉરન્ટીન રહેશે.
ઉલ્લેખનીય છે કે, કનિકા વિરુદ્ધ લખનૌના સરોજની નગર પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ હેઠળ 188, 269 તથા 270 હેઠળ કેસ કરવામાં આવ્યો છે. કનિકા પર કાયદાનું પાલન ના કરવાનું તથા બેજવાબદારીભર્યું વર્તન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. કનિકા વિરુદ્ધ ત્રણ એફઆઈઆર કરવામાં આવી છે.


