વલસાડ, 03 જૂન : કપરાડા તાલુકામાં સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે એક તરફ લોકો ને સખત ગરમીથી રાહત મળી છે અને બીજી બાજુ વાતાવરણમાં પણ ભારે ઠંડક પ્રસરી છે ખેડૂતો પણ ખેતર તૈયાર કરવામાં જોતરાઈ ગયા છે.ગઈકાલે અને આજે સવારથી જ કપરાડાના ગામડાંમાં વરસાદ વરસી રહ્યો હતો.વાવાઝોડાની અસર કપરાડા તાલુકામાં પણ જોવા મળી રહી છે રિમઝીમ વરસાદ દિવસ ભર ચાલુ રહ્યો હતો અને સુથારપાડા ગિરનારા ઘોટણ પાંચવેરા વિરક્ષેત વડોલી વગેરે ગોમોમાં સારો એવો વરસાદ વરસ્યો છે કપરાડા એસબીઆઈ બેંકના આગણમાં બનાવેલો મંડપ પણ પવનમાં ઉડી ગયો હતો.કપરાડા તાલુકાના ગામડાના સરપંચો એ પણ પોતાના ગામમાં નોટિસ જારી કરી ને કાચા અને પતરાવાળા ઘરોમાં રહેતા લોકો ને પણ સજાગ રહેવાનું જણાવ્યું છે.છેલ્લા બે માસ કરતા વધુ સમયથી કપરાડા તાલુકાના અંતરિયાળ ગોમામાં પીવાના પાણીનો કકળાટ સંભળાતો હતો.જોકે વરસાદ શરૂ થતા રાહત થઇ છે.