વલસાડ : વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા વિધાનસભાના BJP ગ્રૂપમાં સોમવારે રાત્રે ગ્રુપના એક સભ્યએ અશ્લીલ વીડિયો ગ્રુપમાં શેર કરતા ખળભળાટ મચી ગયો હતો.જેને લઈને અશ્લીલ વીડિયો ગ્રુપમાં શેર કરનારા સભ્યને ગ્રુપમાંથી રિમુવ કરી દેવામાં આવ્યાં હતા.આ સોશ્યલ મીડિયાના ગ્રુપમાં પાણી પુરવઠા મંત્રી જીતુ ચૌધરી સહિત જિલ્લાના BJPના અગ્રણીઓ BJPજિલ્લા પ્રમુખ હેમંત કંસારા,ગુલાબભાઈ રાઉત,કપરાડા ભાજપના સોશ્યલ મીડિયાના ઇન્ચાર્જ સહિતના અગ્રણીઓ સામેલ છે.
અશ્લીલ વીડિયો શેર થતા અનેક લોકો ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા
વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભાના ભાજપના ગ્રુપમાં સેમવારે રાત્રે ગ્રુપના એક સભ્ય દ્વારા અશ્લીલ વીડિયો શેર કર્યા હતા.જેને લઈને કપરાડા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હતો.કપરાડા વિધાનસભા ગ્રુપના એડમીને અશ્લીલ વીડિયો શેર કરનારા વ્યક્તિને તાત્કાલીક ગ્રુપમાંથી રિમુવ કરી દીધો હતો. આ કપરાડા વિધાનસભાના સોશ્યલ મીડિયા ગ્રુપમાં પાણી પુરવઠા મંત્રી જીતુભાઇ ચૌધરી,જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા સહિત કપરાડા BJP સોશ્યલ મીડિયા ઇન્ચાર્જ સહિત અગ્રણીઓ એક્ટિવ સભ્યો ગ્રુપમાં છે.ત્યારે ભાજપના વોટ્સઅપ ગ્રુપમાં યુવક દ્વારા અશ્લીલ વીડિયો મેસેજ GIF ફાઇલ મોકલતા અનેક લોકો ક્ષોભ જનક સ્થિતિમાં મુકાઈ ગયા છે.
વીડિયો શેર કરનારાને ગ્રુપમાંથી રિમુવ કરાયો
ભાજપ પ્રમુખ અને સોશ્યલ મીડિયા ઇન્ચાર્જ દ્વારા આવા મર્યાદા ન જાળવતા લોકોને ગ્રુપમાં રાખવામાં આવ્યાં છે તેવી ચર્ચા કપરાડા અને વલસાડ જિલ્લાના સોશ્યલ મીડિયામાં ચાલી રહી છે.જોકે, જિલ્લા ભાજપ પ્રમુખે સોશ્યલ મીડિયાના ગ્રુપમાંથી અશ્લીલ વીડિયો શેર કરનારા વ્યક્તિને તાત્કાલિક રિમુવ કર્યો હતો.તેમજ જિલ્લા પ્રમુખ દ્વારા બાકી રહેલા લોકોને પણ સભ્યતા જાળવવા સૂચનાઓ આપવામાં આવી છે.


