ગ્વાલિયર : મધ્ય પ્રદેશમાં પ્રખ્યાત મિર્ચી બાબાની મધ્ય પ્રદેશ પોલીસે ગ્વાલિયરથી ધરપકડ કરી છે.બાબા પર બળાત્કારનો આરોપ છે અને તેઓ પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહની બહુ નજીક ગણાય છે.બબળાત્કારના આરોપમાં મિર્ચી બાબાની ઉર્ફે વૈરાજ્ઞાનંદની ધરપકડ કરવામાં આવી છે.તે ગ્વાલિયરની એક હોટલમાંથી ઝડપાયો હતો.કોંગ્રેસનો ખુબ નજીક રહેલા મિર્ચી બાબા 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ચર્ચામાં આવ્યા હતો જ્યારે તેમણે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહની જીત માટે યજ્ઞ કર્યો હતો.તેમણે કોંગ્રેસના નેતાની હાર પર સમાધિ લેવાની વાત કરી હતી.તે ચૂંટણીમાં સાધ્વી પ્રજ્ઞાએ દિગ્વિજય સિંહને હરાવ્યા હતા.બળાત્કારના આરોપમાં મિર્ચી બાબાની ગ્વાલિયરથી ધરપકડ કરવામાં આવી હતી.
ભોપાલ-ગ્વાલિયર પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને બાબા (મિર્ચી બાબા રેપ કેસ)ની ધરપકડ કરી.પીડિતાના કહેવા પ્રમાણે, તે સંતાનપ્રાપ્તિના આશીર્વાદ લેવા માટે બાબાને મળી હતી.પરંતુ મિર્ચી બાબાએ તકનો ફાયદો ઉઠાવીને તેની સાથે બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો હતો.તેમજ ધમકી પણ આપી હતી કે તે આ અંગે કોઈને કહે નહીં.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીડિતા રાયસેન જિલ્લાની રહેવાસી છે.તેની ફરિયાદમાં તેણે પોલીસને જણાવ્યું હતું કે તેના લગ્નને ચાર વર્ષ થયા છે,પરંતુ કોઈ સંતાન નહતું. સંતાન પ્રાપ્તિની ઈચ્છાથી તે મિર્ચી બાબા પાસે પૂજા માટે ગઈ હતી પરંતુ બાબાએ સંતાન પ્રાપ્તિના આશીર્વાદનો દાવો કરીને સારવારના નામે નશાની ગોળીઓ ખવડાવીને બળાત્કાર ગુજાર્યો હતો.વિરોધ કરવા પર બાબાએ કહ્યું હતું કે “બાળક આવી રીતે જ થાય”. આ ઘટના આ વર્ષે જુલાઈની જણાવવામાં આવી રહી છે.પીડિતાના નિવેદન બાદ કથિત બાબા વિરુદ્ધ કલમ 376, 506 અને 342 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે વૈરાજ્ઞાનંદને નાગા સાધુનો દરજ્જો છે,તેઓ કોંગ્રેસના સાંસદ દિગ્વિજય સિંહના ખૂબ જ નજીકના માનવામાં આવે છે.આ સાથે તેમને કમલનાથ સરકારમાં રાજ્યમંત્રીનો દરજ્જો પણ મળ્યો આપવામાં આવ્યો હતો.હાલ બબળાત્કારના આરોપમાં મિર્ચી બાબાની ઉર્ફે વૈરાજ્ઞાનંદ ની ધરપકડ બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

