By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કમોસમી વરસાદ બાદ ફરી કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે, ગાઢ ધુમ્મસ છવાઈ જતાં અમદાવાદમાં વહેલી સવારથી હિલ સ્ટેશન જેવું વાતાવરણ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > કમોસમી વરસાદ બાદ ફરી કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે, ગાઢ ધુમ્મસ છવાઈ જતાં અમદાવાદમાં વહેલી સવારથી હિલ સ્ટેશન જેવું વાતાવરણ
AhmedabadGeneral

કમોસમી વરસાદ બાદ ફરી કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે, ગાઢ ધુમ્મસ છવાઈ જતાં અમદાવાદમાં વહેલી સવારથી હિલ સ્ટેશન જેવું વાતાવરણ

HM News
Last updated: 21/01/2022 5:17 AM
HM News
3 years ago
Share
SHARE
  • આગામી 3 દિવસ અમદાવાદમાં લઘુતમ તાપમાન 12 ડીગ્રીથી નીચે જવાની સંભાવના
  • કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડવાની પ્રબળ શક્યતા

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી આગામી બે દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટાથી લઇને ઝાપટાંની શક્યતા છે ,પરંતુ 23 જાન્યુઆરીથી એક અઠવાડિયા દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડવાની શક્યતા છે,જેથી ફરીથી રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે.એમાંય અમદાવાદમાં ઠંડીનો પારો 9 ડીગ્રી નીચે જવાની શક્યતા છે.વાતાવરણમાં પલટો આવવાને કારણે પરોઢિયેથી જ અમદાવાદમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું છે.રસ્તા પર વાહનચાલકોને ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટતાં વાહન ચલાવવમાં તકલીફનો સામનો કરવો પડ્યો છે.વાહનચાલકોએ વાહનની લાઈટો ચાલુ કરવી પડી હતી.

23 જાન્યુઆરીથી વાતાવરણમાં પલટો આવશે
હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ 23 જાન્યુઆરીથી વાતાવરણમાં પલટો આવશે તેમજ અમદાવાદનું લઘુતમ તાપમાન 9.0 ડીગ્રીથી નીચે ગગડવાની શક્યતા છે તેમજ બેથી ત્રણ દિવસો ઠંડીનો પારો 7થી 8 ડીગ્રી પહોંચવાની શક્યતા હોવાથી રેકોર્ડબ્રેક ઠંડી પડી શકે છે.જ્યારે અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમની સાથે લઘુત્તમ તાપમાન ગગડતાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે.ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડવાની પ્રબળ શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે આગામી બે દિવસ આકાશમાં વાદળોનું પ્રમાણ વધતાં ગરમી વર્તાશે,પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ વાદળો હટતાં આકાશ સ્વચ્છ થતાં ઠંડા પવનો સીધા જમીન પર આવશે,જેને કારણે અચાનક તાપમાનમાં ઘટાડો થતાં કાતિલ ઠંડી પડશે.

આગામી 3 દિવસ અમદાવાદમાં ઠંડી વધશે
હવામાન વિભાગ દ્વાર કરવામાં આવેલી આગાહી અનુસાર,શુક્રવારે બનાસકાંઠા,મહેસાણા,પાટણ,સાબરકાંઠા,કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર-શનિવારે અમદાવાદ,ગાંધીનગર,ખેડા,આણંદ,દાહોદ,મહીસાગર, પંચમહાલ, વડોદરા,ભરૃચ,સુરત,રાજકોટ,અમરેલી,ભાવનગર,ગીર સોમનાથ,કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.માવઠાની અસર ઓછી થતાં જ રાજ્યમાં કાતિલ ઠંડીના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થાય એવી સંભાવના છે.ગુજરાતમાં આગામી 48 કલાક બાદ લઘુતમ તાપમાનમાં 3થી 5 ડીગ્રીનો 3 દિવસ સુધી ઘટાડો થતાં કાતિલ ઠંડીનો અનુભવ થઇ શકે છે.આગામી 3 દિવસ અમદાવાદમાં લઘુતમ તાપમાન 12 ડીગ્રીથી નીચે જવાની સંભાવના છે.

ઐશ્વર્યા રજનીકાંત અને ધનુષના 18 વર્ષના લગ્નજીવનનો અંત, એક્ટરે કહ્યું, ‘પોતાને સમજવા માટે સમય જોઈએ છે’
ઓર્ડરમાં મોડુ કર્યો તો સ્વિગીના ડિલિવરી બોયે રેસ્ટોરન્ટ સંચાલકને ગોળી મારી દીધી
ઈલાહાબાદ હાઇકોર્ટમાં હિંદુઓને ખ્રિસ્તી બનાવવાના આરોપી પાદરીના જામીન મંજૂર
સાન્તાની સરપ્રાઈઝ : મુંબઈથી સાન્તાક્લોઝ સાથે વિમાનમાં બેસી અમદાવાદ પહોંચ્યા પ્રવાસીઓ, એરપોર્ટ પર લગેજ સાથે મળી સરપ્રાઈઝ ગિફ્ટ
મોહન ડેલકરના સમર્થનમાં દાનહ જિ.પંચાયત -પાલિકા સભ્યો -સરપંચો કાર્યાલયમાં ન જઇને પ્રશાસનનો વિરોધ કરશે : જુઓ વીડિયોમાં શું કહ્યું..
Share This Article
Facebook Email Print
Previous Article T-20 વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર : ભારત પાકિસ્તાન સામે પ્રથમ મેચ રમશે, બંને ટીમ વચ્ચે 23 ઓક્ટોબરે મેલબર્ન સ્ટેડિયમમાં ટક્કર થશે
Next Article 5 સ્ટેપમાં જાણો કે બાળકોને ઓમિક્રોનથી બચાવવા શું કરશો, ઓમિક્રોનનાં લક્ષણો જણાય તો કયો ટેસ્ટ કરાવવો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up