ગુજરાતની આઠ બેઠકો પર સવારે સાત વાગ્યાથી કોરોના ગાઇડ લાઇન પ્રમાણે મતદાન થઇ રહ્યું છે.ત્યારે અઢી કલાકમાં અંદાજે કુલ 10 ટકા મતદાન નોંધાયુ છે. જેમા સૌથી વધુ અબડાસામાં 12 ટકા, મોરબીમાં 11 ટકા, લીંબડીમાં 11 ટકા, કરજણમાં 6 ટકા, કપરાડામાં 7 ટકા, ગઢડામાં અંદાજે 10 ટકા મતદાન જ્યારે ડાંગમાં 8 ટકા મતદાન અને ધારીમાં 6 ટકા મતદાન નોધાયુ છે.પરંતુ ચૂંટણી વચ્ચે કરજણમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે.કરજણમાં ચૂંટણી પંચના નિયમના ધજાગરા ઉડ્યા છે.અહીં કોંગ્રેસ દ્વારા એક વીડિયો વાયરલ કરીને રાજનીતિ ગરમાવી નાંખી છે.
પેટાચૂંટણીના મતદાન વચ્ચે ગુજરાત કોંગ્રેસે કરજણના પોર – ઈટોલા વિસ્તારનો એક વીડિયો જાહેર કર્યો છે,જેમાં ભાજપના કાર્યકરો નાણાં વેચતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. હિન્દુસ્તાન મિરર આ વાયરલ થયેલા વીડિયોની પુષ્ટિ કરતું નથી.બીજી બાજુ આ વીડિયો સામે આવતા ચૂંટણી પંચ સજાગ થઈ ગયું છે અને તેમને તપાસના આદેશ આપ્યો છે.
વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે 100-100ની નોટો મતદારોને અપાઈ રહી છે.કરજણમાં મતદાન દરમિયાન પૈસા આપતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. રાજકીય પક્ષના કાર્યકરો પૈસા વહેંચતા હોવાનો વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.વીડિયોમાં પૈસા આપી ભાજપને મત આપવાનું કહેતા સંભળાઈ રહ્યું છે. આ ઘટના બાદ કરજણના જનરલ ઓબ્ઝર્વરે તપાસના આદેશ આપ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચની નિયમોની ધજીયા ભાજપીઓએ ઉડાવી હતી.કરજણ વિધાનસભાના પોર-ઇટોલા વિસ્તારમાં ખૂલ્લેઆમ પૈસાથી લોકશાહીને ખરીદતા ભાજપના કાર્યકરો..આ જે હોય તેમની સામે ચૂંટણીપંચ તાત્કાલિક અસરથી કાર્યવાહી કરે.