– 81 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી 9 ની અટકયાટ 2 વોન્ટેડ
બારડોલી : ખાદ્ય તેલ કંપનીની ટેન્કર માંથી ડ્રાઇવર સાથે મળી ટેન્કરનું સીલ ખોલ્યા વિના યેનકેન પ્રકારે પામઓઇલ ચોરવાનું તેમજ હાઇવે પર સળિયા લઈ જતા કન્ટેનર માંથી સડીયાની ચોરી કરી બરોબાર વેચવાના મોટા નેટવર્કને જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે.
મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ.આઈ.એસ.સીસોડિયા તેમજ એ.એસ.આઇ.મહેન્દ્રભાઈ શનાભાઈ નાઓને સયુંકત રાહે બાતમી મળી હતી કે પલસાણાના કરણ ગામની સીમમાં આવેલ જૈન મંદિરની બાજુમાં આવેલ એક ગોડાઉનમાં બલેશ્વરનો પરવેઝ નામનો ઈસમ ટેન્કર માંથી તેલ કાઢી ડબ્બા ભરવાનું નેટવર્ક ચલાવી રહ્યો છે.જે બાતમી આધારે બુધવારે વહેલી સવારે જિલ્લા LCB ની એક ટીમે કરણ ગામની સીમમાં ને.હા.48 પર અમદાવાદથી મુંબઈ તરફની બાજુએ નાકોડા કોર્પોરેશનની બાજુમાં આવેલ એક ગોડાઉનમાં રેડ કરતા પોલીસ સ્થળ પરથી મોટી માત્રામાં પામ ઓઇલના 15 કિલોના ડબ્બા મળી આવ્યા હતા.પોલીસે સ્થળ પરથી મુખ્ય સૂત્રધાર પરવેઝ ઉર્ફ મુસો બસીર પઠાણ (ઉ.વ.29 રહે.બલેશ્વર હવેલી ફળિયું તા.પલસાણા )ની અટક કરી ગોડાઉન પર હાજર કામદાર તેમજ ગુનામાં સનડોવાયેલા અન્ય 8 ઈસમો મળી કુલ 9 લોકોની ધરપકડ કરી ગુના સંબધે બે બુલેરો પિકપ,એક મારુતિ સુઝુકી કેરી ટેમ્પો અને ટાટા કંપનીનું ટેન્કર,ચોરેલા સળિયા તેમજ તેલના ખાલી અને ભરેલા ડબ્બા મળી કુલ 81,59,220/- નો મુદ્દામાલ કબ્જે કરી ગુનામાં સંડોવાયેલા ચિરાગ રેવાભાઇ ભરવાડ (રહે -૧૦૨,૧૦૩ જીજ્ઞેશનગર સો.સા. ગોડાદરા સુરત )અને પારસમલ જુવારમલ કુમાવત (રહે કાની તા.મહુવા)ને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુનાનો માસ્ટર માઈન્ડ અગાઉ પણ પલસાણા માંથી પકડાઈ ચુક્યો છે
ગુનાનો માસ્ટર માઈન્ડ મુસો બસીર પઠાણ હાઇવે પરથી હતી ટેન્કરના ડ્રાઇવર સાથે મળી રૂપિયાની લાલચ આપી તેલના ટેન્કર માંથી તેલ કાઢીને 15 કિલોના ડબ્બામાં પેક કરી વેચાણ કરતો હતો.તેમજ લોંખડના સળિયા લઈ જતા કન્ટેનરના ડ્રાઈવર સાથે મળી કન્ટેનરમાંથી દરેક સળિયાની ભારીમાંથી 1 અથવા 2 સળિયા કાઢી ગોડાઉનમાં ભેગા કરતો અને જરૂરિયાત મુજબ વેચાણ કરતો હતો અગાઉ પણ આ રીઢો ગુનેગાર મુસો પઠાણ પલસાણાના ભાટિયા નજીક ટોલ ટેક્ષ નજીક આ રેકેટ ચલાવતો હતો કે બાદ છેલ્લા કેટલાક વર્ષીથી અહીં આ ગુનામાં સંડોવાલો હોવાનું જાણવા મળ્યું હતુ.
પકડાયેલા આરોપીઓ
– પરવેઝ ઉર્ફે મુસો બશીર પઠાણ (29) રહે – બલેશ્વર હવેલી ફળીયું તા – પલસાણા
– હરેશકુમાર અરજણભાઇ આહીર (29) (આડેસર બકતુરીયા વાસ તા – રાપર કચ્છ )
– ટીકમસિંહ ઉર્ફે રમેશસિંહ ગીરધારીસિંહ રાજપુત (30) રહે.હાલ કરણ ગોડાઉન ઉપર તા.પલસાણામુળ રહે – અરનાલી તા – જી – અજમેર ( રાજસ્થાન )
– ફરીદ રહેમતઅલી અંસારી (30) કરણ ગોડાઊન ઉપર તા – પલસાણા જી – સુરત મુળ રહે – સીપુર તા- નનપરા જી – બહરાઇચ ( યુ.પી )
– કાદીલ દીલારઅલી અંસારી (33) કરણ ગોડાઉન ઉપર તા – પલસાણા મુળ રહે – સીપુર તા- નનપરા જી – બહરાઇચ ( યુ.પી )
– છોટુ હસનઅલી અંસારી (20) કરણ ગોડાઊન ઉપર તા – પલસાણા જી સુરત મુળ રહે – સીપુર તા- નનપરા જી – બહરાઇચ ( યુ.પી )
– કૈલાષ અજુરામ ગુજ્જર (22)રહે – કાની ગામ તા – મહુવા રહે બડાખેડા તા – આસીન જી – ભીલવડા ( રાજસ્થાન )
– સાજીદ દિલારઅલી અંસારી (22) હાલ – કરણ ગોડાઊન ઉપર તા પલસાણા મુળ રહે – સીપુર તા – નનપરા જી – બહરાઇચ ( યુ.પી )
– શ્રવણલાલ છોગાલાલ ગુજ્જર (22) મહુવા ભુતડ ફળીયું તા – મહુવા જી – સુરત મુળ રહે – ચાવડીયા તા – સહાડા જી – ભીલવડા ( રાજસ્થાન )
પોલીસે કબ્જે લીધેલો મુદ્દામાલ
– GJ 05 BV 2180 પિકપ મહિન્દ્રા ટેમ્પો
– GJ 19 X 6943 મારુતિ સુઝુકી કેરી ટેમ્પો
– GJ 19 Y 1767 મહિન્દ્રા પિકપ ટેમ્પો
– GJ 12 BY 3255 ટાટા કંપનીનું 40 ટન તેલ ભરેલું ટેન્કર
– 810 ખાલી 15 કિલોના તેલના ડબ્બા
– 375 ભરેલા તેલમાં ડબ્બા
– 14 ટન લોખંડના સળિયા