– ત્રીજી ને ચોથી સપ્ટેમ્બરે સવારે દસ વાગ્યાથી સાંજે છ વાગ્યા વચ્ચે દિવ સર્કિટ હાઉસમાં લોકોને મળશે
અમદાવાદ, ગુરૂવાર : સરકારી તંત્રમાં સતત વધી રહેલા ભ્રષ્ટાચારની મચી રહેલી બૂમરાણને ઓછી કરવા અને ભ્રષ્ટાચારીઓને ઝડપી લેવા માટે સીબીઆઈએ જાહેર જનતાને ભ્રષ્ટાચારને લગતી કોઈપણ ફરિયાદ હોય તો તે ફરિયાદ લઈને ત્રીજ અને ચોથી સપ્ટેમ્બરે દિવની કચેરીએ આવવા માટે આમજનતાને એન્ટિ કરપ્શન બ્યુરો અને સીબીઆઈની ગાંધીનગર કચેરીમાં આવવા જનતાને આમંત્રણ આપ્યું છે.
સરકારના જુદાં જુદાં ખાતાઓમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો હોવાના કિસ્સાઓ સતત બહાર આવી રહ્યા હોવાથી
તેમણે આ પગલું લેવાનું આયોજન કર્યું છે.કેન્દ્ર સરકારની કે પછી રાજ્ય સરકારની કોઈપણ કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગેની વિગતો આપી શકાશે.આ વિગતો આપનાર લેખિત કે પછી મૌખિક ફરિયાદ સીબીઆઈ કે એસીબીના અધિકારીઓને દિવ સર્કિટ હાઉસમાં જઈને આપી શકશે.
જાહેર ક્ષેત્રની બેન્કોમાં થતાં કે થઈ રહેલા ફ્રોડ અંગેનો નિર્દેશ આપતી માહિતી આપનારાઓના નામ ગુપ્ત રાખવામાં આવશે.માત્ર ટ્રેપ કરાવવાની હોય તેવા કિસ્સાઓમાં પાર્ટીએ લેખિતમાં ફરિયાદ આપવી પડશે.


