આમ તો સામાન્ય રીતે પતિ-પત્નીની રોડ ફાઈટ આપણેને મુવીમાં વધું જોવા મળે છે.પરતું આવી જ એક ઘટના મધ્યપ્રદેશના ઈન્દોર પોલીસ સ્ટેશન પાસેની છે.જેમાં કરવા ચોથન દિવસે પરિણીત સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત કરે છે. ત્યારે મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક પત્નીએ માર્કેટમાં કરવા ચોથના દિવસે તેના પતિની ધોલાઈ કરતી જોવા મળી હતી.આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
શું છે સમગ્ર ઘટના ?
મળતી માહિતી પ્રમાણે પતિ સાથે ઝઘડા બાદ પત્ની તેના માતા-પિતા સાથે રહેતી હતી.તે તેની માતા સાથે કરવા ચોથની ખરીદી કરવા આવી હતી.આ મહિલાએ પોતાના પતિને તે જ માર્કેટમાં અન્ય સ્ત્રી સાથે શોપિંગ કરતા જોઇ લીધો.અને પછી શું હતુ? પત્નીએ થોડા લોકો સાથે મળીને પતિને ભર બજારમાં માર માર્યો.ત્યારબાદ ત્યાં ભીડ પણ જમા થઇ ગઇ.તેમજ માર ખાનાર પતિના બચાવમાં જ્યારે તેની ગર્લફ્રેન્ડ આવે છે,તો ભીડ સાથે સાથે તેને પણ મારવા લાગે છે.આ ઘટનાની પત્નીએ પોલીસમાં FIR નોંધાવી છે અને પોલીસ વધુ તપાસ કરી રહી છે.