– આતંકવાદીઓએ 90 મિનિટમાં ત્રણ લોકોની હત્યા કરી હતી
– 19 ડિસેમ્બર 1990ની એ રાતે કાશ્મીરની ખીણમાં હજારો મુસ્લિમોનાં ટોળાં કાફિરો કો માર ડાલોના નારા સાથે નીકળ્યાં હતાં,તે દિવસે કાશ્મીરી પંડિતોની કત્લેઆમ આખી રાત ચાલી.
કાશ્મીરમાં માઇનોરિટી હિન્દુઓની સ્થિતિ ભાજપના વડા પ્રધાન હોવા છતાં પણ સુધરી શકી નથી.છેલ્લા ત્રણ દિવસમાં કાશ્મીર ઘાટીમાં પાંચ નાગરિકોની સરેઆમ હત્યા કરાઇ છે.કાશ્મીરમાં જે લોકો હિન્દુ છે,શીખ છે તે લોકોના જીવ સલામત નથી તે 30 વર્ષથી જાણીતી વાત છે અને તેમાં આજે પણ કોઇ ફેર પડયો નથી.ગુરુવારે આતંકીઓએ શ્રીનગરમાં ધોળે દિવસે સ્કૂલમાં ઘૂસીને બે શિક્ષકોને મોતને ઘાટ ઉતારી દીધાં.મૃત્યુ પામેલાં આ બંને શીખ અને હિન્દુ શિક્ષકો હતા.એકની ઓળખ પ્રિન્સિપાલ સતીન્દર કૌર અને બીજાની શિક્ષક દીપકચંદ તરીકે અપાઇ છે.આ ઘટના પહેલાં મંગળવારે આતંકવાદીઓએ 90 મિનિટમાં ત્રણ લોકોની હત્યા કરી હતી.જેમાં શ્રીનગરની જાણીતી મેડિકલ ફાર્મસીના માલિક માખનલાલ બિદરુની તેમની ફેક્ટરીમાં જ હત્યા કરાઇ હતી.જ્યારે અન્ય બે લોકોની હત્યા કરાઇ તેમાં એક બિહારનો યુવાન હતો જે પાણીપૂરી અને ભેળપૂરીની લારી ચલાવતો હતો.કાશ્મીરમાં ઇસ્લામના નામે જે ચાલી રહ્યું છે તેની જડ આજથી ત્રીસ વર્ષ પહેલાં નખાઇ ગઇ હતી.કાશ્મીરમાં 1990ના દાયકામાં મસ્જિદોમાંથી સરેઆમ જાહેર કરાયું હતું કે, કાશ્મીરી પંડિતો ઘાટી છોડીને ચાલ્યા જાય નહીં તો તેમને મારી નાખવામાં આવશે.કાશ્મીરી પંડિતોને જીવતા રહેવા માટે ત્રણ ઓપ્શન આપવામાં આવ્યા હતા.પહેલું ઇસ્લામ કબૂલ કરો,બીજું કાશ્મીર છોડી દો અને ત્રીજું મરવા તૈયાર રહો.સ્ટેટ સ્પોન્સર ટેરેરિઝમનો ભયાનક નમૂનો કાશ્મીરમાં ભજવાયો અને આખી દુનિયા ચૂપ રહી. 19 જાન્યુઆરી 1990ની એ રાત કાશ્મીરી પંડિતો જિંદગીમાં ભૂલવાના નથી.આ રીતે આતંકનો નગ્ન નાચ કાશ્મીરી ઘાટીમાં ખેલાયો હતો.કાશ્મીરી પંડિતોની સરેઆમ કત્લેઆમ થઇ.
કાશ્મીરી પંડિતોને કહેવાયું કે, તમારી બહેન-દીકરીઓને મૂકીને જાવ અને હકીકતમાં કાશ્મીરી હિન્દુ યુવતીઓને આતંકીઓ પોતાના ઘરમાં ઢસડીને લઇ ગયા હતા.જોતજોતામાં કાશ્મીરમાંથી હિન્દુ પંડિતોના ધાડેધાડાં ભાગવા માડયાં હતાં.એક રાતમાં લાખો કાશ્મીરી પંડિતો ઘર-બાર વગરના શરણાર્થીઓ થઇ ગયા હતા.જમીન-જાયદાદ,વેપાર-ધંધાવાળા આ કાશ્મીરી પંડિતો દિલ્હીના શરણાર્થી કેમ્પમાં રહેતા થઇ ગયા.શરમની વાત એ છે કે હજુ આજે પણ આ કાશ્મીરી પંડિતો શરણાર્થીઓ છે તેમના ભાગ્યમાં સુખનો સૂરજ જોવાનો આવ્યો નથી.કાશ્મીરને હિન્દુમુક્ત બનાવવાનું અભિયાન એ રીતસર આતંકીઓના ટેકાવાળી પોલિટિકલ ગેમ હતી.કોઇ ગમે તે કહે પરંતુ કાશ્મીરમાંથી હિન્દુઓને ભગાડવા અને મુસ્લિમોની બહુમતી પ્રસ્થાપિત કરીને ઇસ્લામિક રાજ્ય બનાવવાની સાજિશમાં કાશ્મીરના સ્થાનિક પોલિટિશયનો ઉપરાંત પાકિસ્તાન અને આતંકવાદી સંગઠનોની એકસરખો રોલ હતો. 1980માં તે વખતના મુખ્યમંત્રી અબ્દુલ્લાએ જાતે જ કાશ્મીરનું ઇસ્લામીકરણ કરવાની શરૃઆત કરી હતી.તેમની સરકારે કાશ્મીરના 2500 ગામડાંઓના નામ બદલીને નવા ઇસ્લામિક નામ આપ્યાં હતાં.મુખ્યમંત્રી અબ્દુલ્લા આ વાતને છુપાવતાં નથી.તેમણે પોતાની આત્મકથા આતિશ-એ-ચિનારમાં લખ્યું છે કે, કાશ્મીરી પંડિતો મુખબીર હતા.મુખબીર એટલે જાસૂસ માટે વપરાતો ઉર્દૂ શબ્દ છે.આ કાશ્મીરી પંડિતો ભારત સરકાર માટે જાસૂસી કરતા હતા.જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હિન્દુઓને જાસૂસ કહે તેનાથી મોટી વિડંબના બીજી કઇ હોઇ શકે.નવાઇની વાત એ છે કે કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે તેમ છતાં કેન્દ્રની નજર હેઠળ કાશ્મીરમાં આ પ્રકારની પ્રવૃત્તિ થઇ ગઇ અને દુનિયા જોતી રહી.આવા વાતાવરણમાં કાશ્મીરમાં અલગતાવાદી તત્ત્વોને પ્રોત્સાહન મળતું રહ્યું.
1987માં કાશ્મીરમાં યોજાયેલી ચૂંટણીમાં મુસ્લિમ યુનાઇટેડ ફ્રન્ટ નામના પક્ષની સ્થાપના થઇ.આ રાજકીય પક્ષ જમાત-એ-ઇસ્લામીની પાંખ હતો.પાકિસ્તાનની બદનામ જાસૂસી સંસ્થા સીધો સહકાર હતો.ત્યારબાદ પાકિસ્તાનમાં હિઝબુલ મુજાહિબ નામના આતંકી ગ્રૂપને સપોર્ટ કરવાનું શરૃ કર્યું.રચના કરી અને પાકિસ્તાન દ્વારા આ આતંકી ગ્રૂપને હથિયારો પણ આપવામાં આવ્યાં.કાશ્મીરના આ સમયગાળા દરમિયાન પહેલીવાર આતંકીઓના હાથમાં છદ્બ-47 રાઇફલ જોવામાં આવી.
કાશ્મીરમાં ખુલ્લેઆમ આતંકી ટ્રેનિંગ કેમ્પ થયાં અને યુવાનોમાં ઝેર ભરવામાં આવ્યું કે કાશ્મીરી ખીણમાં એક પણ હિન્દુ હોવો ના જોઇએ.તેમની કત્લેઆમ કરવી ઇસ્લામના હિતમાં છે.આ બધી તૈયારીઓ રાજ્ય અને કેન્દ્ર સરકારની આંખ નીચે રાજ્યમાં ચાલતી રહી,પરંતુ કોઇએ એકપણ પગલાં ભર્યા નહીં અને પરિણામે કાશ્મીરમાંથી હિન્દુઓના કત્લેઆમની શરૃઆત થઇ. 14 સપ્ટેમ્બર 1989માં ભાજપના લીડર અને શ્રીનગરમાં વકીલાત કરતા ટીકાલાલ ટપુની તેમના ઘરની બહાર જ હત્યા કરવામાં આવી.ત્રણ વીક પછી રિટાયર્ડ જજ નિકલનાથ ગંજોની ધોળા દિવસે હત્યા કરવામાં આવી.આ જજ નિકલનાથ એ હતા કે જેમણે સ્થાપક નેતા મકબૂલ ભાટને મૃત્યુદંડની સજા ફટકારી હતી. ૮ ડિસેમ્બર 1989ના દિવસે કેન્દ્રના ગૃહમંત્રી મુફ્તી મહંમદ સૈયદની દીકરી રૃબિયા સૈયદનું આતંકવાદીઓએ અપહરણ કર્યું.કેન્દ્રમાં ત્યારે વડા પ્રધાન વી.પી. સિંહની સરકાર હતી.નવાઇની વાત એ હતી કે મુફ્તી મહંમદ સૈયદ દેશના ગૃહમંત્રી બન્યા તેના થોડા દિવસ બાદ જ તેમની દીકરીના અપહરણનું આ કાવતરું રચવામાં આવ્યું હતું.દેશના ગૃહમંત્રીની દીકરીને છોડાવવા માટે આખરે કેન્દ્ર અને રાજ્ય સરકારે આતંકવાદીઓ સામે ઘૂંટણો ટેકવીને જેલમાં પુરાયેલા 13 આતંકવાદીઓને છોડી મૂક્યા હતા.કાશ્મીરના હિન્દુ નેતાઓના ઘરે આતંકીઓએ જાસાચિઠ્ઠીઓ મોકલવા માંડી. તેમાં લખાયું હતું, કાશ્મીર છોડો અને સાથે ચેતવણીમાં લખાતું હતું કે, કાશ્મીર નહીં છોડો તો અમે શરૃઆત તમારા બાળકોથી કરીશું.આખરે એ ભયાનક રાત આવી પહોંચી 19 જાન્યુઆરી 1990 રાત્રે નવ વાગ્યે.કાશ્મીરની ખીણનાં દરેક શહેરોમાં હજારો મુસ્લિમો જેમાં યુવાનો,બાળકો,વૃદ્ધો અને મહિલાઓ પણ હતી.રસ્તા પર ઊતરી પડેલાં ટોળાં પાકિસ્તાન ઝિંદાબાદના સૂત્રો પોકારતાં હતાં અને સાથે ચિચિયારીઓ પાડીને કહેતાં હતાં,હિન્દુઓ કોે મારો,કાફિરાંે કો મારો.હાથમાં તલવારો લઇને સવાર સુધી આતંકનો આ નગ્ન નાચ ચાલ્યો.આ સીધી ર્વોિંનગ હતી કાશ્મીરી પંડિતોને કે હવે જો તમે કાશ્મીર નહીં છોડો તો મરવા તૈયાર રહો.પોલીસ મૂકપ્રેક્ષક બનીને આ આતંકી નાચ જોયા કરતી હતી.ઠેર-ઠેર કાશ્મીરી પંડિતોના શબ રસ્તા પર દેખાતા હતા.આઝાદી પછી પહેલીવાર કાશ્મીરી પંડિતોને આતંકીઓના ભરોસે છોડી દેવાયા હતા.કાશ્મીરી પંડિતો બેસહારા બની ગયા હતા.આ સિલસિલો હજુ આજે પણ ચાલુ છે.વડા પ્રધાન મોદીની સરકાર 370 કલમ રદ કરાઇ છે પરંતુ હજુ ભારતીય બંદો કાશ્મીરમાં મિલકત ખરીદવા તૈયાર નથી.

