અમદાવાદમાં કાલુપુરમાં રહેતાં અને દિલ્હી જમાતમાં પરત આવેલાં વૃદ્ધાને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેનાં પરિવારજનોને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. તો દિલ્હી તબગીલી જમાતને પગલે અમદાવાદમાં સતત પોલીસ દિલ્હી જઈ આવેલાં લોકોની તપાસ કરી રહી છે. તેવામાં શાહપુરમાં આવેલી મસ્જિદમાં બહારથી આવેલાં લોકો રોકાયા હોવાની માહિતી મળતાં પોલીસે ત્યાં દરોડા પાડ્યા હતા.
અમદાવાદના શાહપુરમાં આવેલી સુબ્રાતિ શાહ મસ્જિદમાં કર્ણાટકથી આવેલાં લોકો રોકાયા હતા. જેની બાતમી પોલીસને મળતાં મસ્જિદમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જે બાદ પોલીસે 16 શંકાસ્પદોને મસ્જિદમાંથી પકડયા હતા. અને તમામ 16 લોકોની સ્વાસ્થ્યની તપાસ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમાંથી 14 લોકોનાં રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે 2 લોકોનાં રિપોર્ટ પેન્ડિંગ છે.
અમદાવાદના કાલુપુરમાં રહેતાં મશરૂફ અલી સિદ્દીકી દિલ્હીની તબગીલી જમાતમાં ગયા હતા. જેઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેમનાં પરિવારનાં સભ્યોને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જે બાદ સ્થાનિક સ્તરે ચેપ લાગતાં કાલુપુર મરકજનાં 30 લોકોને તબીબી તપાસ માટે લઈ જવાયા હતા. જેના માટે 108 એમ્બ્યુલન્સનો કાફલો દોડી ગયો હતો.