કર્ણાટકના રાજકરણમાં હાલ એક સેક્સ સીડી અંગે હોબાળો જોવા મળી રહ્યો છે. સામાજીક કાર્યકરે દિનેશ કલ્લાહલીએ આ સીડી જાહેર કરી હતી.જેમાં જળ સંશાધન મંત્રી રમેશ જારકીહોલી એક મહિલા સાથે જોવા મળી રહ્યાં છે.સામાજીક કાર્યકરે આરોપ લગાવ્યો કે,મંત્રી રમેશ જારકીહોલીએ મહિલાને કર્ણાટક પાવર ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડમાં મહિલાને નોકરી અપાવવાની લાલચ આપી તેનું યૌન શોષણ કર્યું હતું.પરંતુ પછી તેમણે વાયદાનું પાલન કર્યું નહોતું.
કર્ણાટકના ભાજપમા મંત્રી સેક્સ સીડી કાંડમાં ફસાયા
આ મામલે કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે,’મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ તાત્કાલિક ધોરણે રમેશ જારકીહોલી પાસેથી રાજીનામું લેવું જોઈએ.આ મામલે એફઆઈઆર નોંધાવવી જોઈએ. આ સરકાર સૌથીવધુ ભ્રષ્ટ છે.’ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારે કહ્યું કે,’આ માત્ર સેક્સ સ્કેન્ડલ નથી.વીડિયોમાં મંત્રીએ મુખ્યમંત્રીને ભ્રષ્ટાચારી કહ્યાં હતા. હવે આ મુદ્દે મુખ્યમંત્રીએ જવાબ આપવો પડશે.જોઈએ શું થાય છે અને મુખ્યમંત્રી શું કરે છે?’


