કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદને લઈને હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે.આ અરજીઓમાં શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પરના પ્રતિબંધને પડકારવામાં આવ્યો છે.કર્ણાટક હાઈકોર્ટે આ મામલે સુનાવણી શરૂ કરી દીધી છે.ચીફ જસ્ટિસ ઋતુરાજ અવસ્થી,જસ્ટિસ ક્રિષ્ના એસ દીક્ષિત અને જસ્ટિસ જે એમ ખાજીની બેંચ આ મામલાની સુનાવણી કરી રહી છે.કર્ણાટકમાં આજથી શાળાઓ ફરીથી શરૂ કરવામાં આવી છે.
ઉડુપી જિલ્લામાં સીઆરપીસીની કલમ 144 લાગુ કરવામાં આવી છે.જો કે આજે વિદ્યાર્થિનીઓ શાળાએ પહોંચી હતી.સુનાવણી દરમિયાન હાઈકોર્ટે મીડિયાને ખાસ અપીલ કરતા કહ્યું છે કે અમે મીડિયાને વધુ જવાબદાર બનવાની વિનંતી કરીએ છીએ.અમે મીડિયાના વિરોધમાં નથી,અમારી એક જ વિનંતી છે કે તમે જવાબદાર બનો.એડવોકેટ સુભાષ ઝા કહે છે કે તેમની વિનંતી છે કે તમામ પક્ષકારોએ તેમની રજૂઆતોને નિયમોને આધિન રહીને કરવી જોઈએ.આ મુદ્દાને સાંપ્રદાયિક રંગ ના આપવો જોઈએ.વરિષ્ઠ વકીલ દેવદત્ત કામતે અરજદાર વતી દલીલો શરૂ કરી હતી.તેમણે કહ્યું કે સરકારના આદેશનો ઉપયોગ કાયદાની જરૂરિયાતોને પૂર્ણ કર્યા વિના કરવામાં આવ્યો છે.આ કલમ 25ના મૂળમાં છે અને કાયદેસર રીતે ટકાઉ નથી.