બેંગલુરુ : કર્ણાટક વિધાન પરિષદના ઉપસભાપતિ એસ.એલ. ધર્મેગૌડાએ કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે.જેડીએસ ધારાસભ્યનો ક્ષત વિક્ષત મૃતદેહ મધ્ય કર્ણાટકની પહાડીઓમાં તેમના ગૃહ નગર ચિકમગલૂરની પાસે રેલવે ટ્રેક પર મળી આવ્યો છે.
એસ.એલ. ધર્મેગૌડા સાથે જોડાયેલા સૂત્રોએ News18ને સમાચારની પુષ્ટિ કરતાં કહ્યું કે તેઓ વધુ જાણકારી મેળવવા માટે મામલાની તપાસ કરી રહ્યા છે.તેમના જણાવ્યા મુજબ,તેમનો મૃતદેહ વહેલી પરોઢે 2 વાગ્યે (29 ડિસેમ્બર)ની આસપાસ મળી આવ્યો હતો. 64 વર્ષીય ગૌડા હાલમાં જ કૉંગ્રેસના સભ્યો દ્વારા ઉચ્ચ સદનમાં તેમને ઘેર્યા બાદ ચર્ચામાં આવ્યા હતા. કૉંગ્રેસ ભ્યોનો આરોપ હતો કે તેઓ ગેરકાયદેસર રીતે સત્રની અધ્યક્ષતા કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
‘રાષ્ટ્રીય નાયક’ બ્રિગેડિયર મોહમ્મદ ઉસ્માનની કબરની સ્થિતિ જોઈ આર્મીએ વ્યક્ત કરી નારાજગી કૉગ્રેસના સભ્યોએ ખુરશીથી ઉતારી દીધા હતા…
કેટલાક કૉંગ્રેસ સભ્યો દ્વારા તેમને ખુરશીથી (અધ્યક્ષની સીટ) ઘસેડવામાં આવ્યા હતા.કૉંગ્રેસના સભ્યોએ આરોપ લગાવ્યો હતો કે તેઓએ સત્તારૂઢ બીજેપીની સાથે મળી ઉચ્ચ સદન અધ્યક્ષ પ્રતાપચંદ્ર શેટ્ટીને બહાર કરી દીધા છે.
એસ.એલ. ધર્મેગૌડાની મોતથી કર્ણાટકના રાજકારણમાં મોટું તોફાન આવવાની શક્યતા દેખાઈ રહી છે.તેમના મોતના કારણે કૉંગ્રેસ પર આક્ષેપો થઈ શકે છે.તેમના ભાઈ એસ.એલ. ભૌજેગૌડા પણ એમએલસી અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીના નિકટના નેતા છે.