બેંગ્લુરુ: કર્ણાટક વિધાન પરિષદમાં મંગળવારના રોજ સત્તા અને વિપક્ષ વચ્ચે ભારે હોબાળો જોવા મળ્યો.કોંગ્રેસ ચેરમેનનો વિરોધ કરી રહી હતી અને હોબાળો એટલો વધી ગયો કે કોંગ્રેસના વિધાન પરિષદના સભ્યોએ ડેપ્યુટી ચેરમેનને ખુરશીથી ખેંચીને હટાવી દીધા.આ દરમિયાન કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો વચ્ચે હાથાપાઈ થઈ.
કર્ણાટકા વિધાન પરિષદમાં આજે 1 દિવસનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું. પરંતુ સત્ર શરૂ થતા પહેલા જ ત્યાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે જોરદારની ધક્કા મુક્કી સર્જાઈ હતી.
ભાજપે બનાવ્યો ચેરમેનને હટાવવાનો પ્લાન
કર્ણાટક વિધાન પરિષદમાં આજે એક દિવસનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું.પરંતુ સત્ર શરૂ થતા પહેલા જ ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે જબરદસ્ત ધક્કામુક્કી થઈ.ભાજપે વિધાન પરિષદના ચેરમેન પ્રતાપચંદ્ર શેટ્ટી વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે ગવર્નરના નિર્દેશ પર સત્ર બોલાવ્યું હતું.વિધાન પરિષદમાં ભાજપ પાસે સંખ્યા બળ ઓછું છે.આવામાં JDSના સમર્થનની સાથે મળીને કોંગ્રેસના કાઉન્સિલ ચેરમેનને હટાવવાનો પ્લાન તૈયાર કર્યો હતો.
વિધાન પરિષદ સદસ્યોએ ડે.ચેરમેનને ખુરશીથી ખેંચીને હટાવી દીધા
જેમાં ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભા પરિષદના ચેરપેન પ્રતાપ ચંદ્ર શેટ્ટી વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે ગવર્નરના નિર્દેશ પર આ સત્ર બોલાવ્યું હતું. વિધાન પરિષદમાં બીજેપીનું સંખ્યા બળ ઓછું છે,ત્યારે આ વચ્ચે JDSના સમર્થન સાથે મળીને કોંગ્રેસે કાઉન્સિલ ચેરમેનને હટાવવાનો નિર્ણય કર્યો હતો.