દેશની પોલીસના વલણને લઈને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન.વી.રમન્નાએ રવિવારે સખત ટિપ્પણી કરી છે.તેમણે રવિવારે કહ્યું કે કસ્ટડીમાં ત્રાસ અને અન્યાય પોલીસનો અત્યાચાર દેશમાં હજુ પણ યથાવત છે અને અહીં સુધી કે વિશેષાધિકાર પ્રાપ્ત લોકોને પણ થર્ડ ડિગ્રીના ટૉર્ચરમાંથી છોડવામાં આવતા નથી.તેમણે રાષ્ટ્રીય વિધિ સેવા ઓથોરિટી (નાલસા)ને દેશમાં પોલીસ અધિકારીઓને સંવેદનશીલ બનવા માટે કહ્યું હતું.ન્યાય સુધી પહોંચવાના કાર્યક્રમને નિરંતર ચાલનારું મિશન બતાવતા ચીફ જસ્ટિસે કહ્યું કે કાયદાના શાસન દ્વારા શાસિત સમાજ બનવા માટે વધારે વિશેષાધિકાર પ્રાપ્ત અને સૌથી નબળા લોકો વચ્ચે ન્યાય સુધી પહોંચના અંતરને દૂર કરવો જરૂરી છે.એક સંસ્થાના રૂપમાં ન્યાયપાલિકા નાગરિકોને વિશ્વાસ અપાવવા માગે છે તો આપણે બધાને આશ્વાસન આપવું પડશે કે આપણે તેમના માટે ઉપસ્થિત છીએ.લાંબા સમય સુધી નબળી વસ્તી ન્યાય પ્રણાલીથી બહાર રહી છે.
ચીફ જસ્ટિસ રમન્નાએ વિજ્ઞાન ભવનમાં કાયદાકીય સેવા મોબાઈલ એપ્લિકેશન અને નાલસાના દૃષ્ટિકોણ અને મિશન સ્ટેટમેન્ટની શરૂઆતના અવસર પર જોર આપ્યો કે ભૂતકાળથી ભવિષ્યનું નિર્ધારણ ન કરવું જોઈએ અને વધારે સમાનતા લાવવા માટે કામ કરવું જોઈએ. મોબાઈલ એપ ગરીબ અને જરૂરિયમંદ લોકોની કાયદાકીય સહાયતા માટે અરજી કરવા અને પીડિતોના વળતરની માગણી કરવામાં મદદ કરશે.નાલસાની રચના વિધિક સેવા ઓથોરિટી કાયદા 1987 હેઠળ સમાજના નબળા વર્ગોને મફત કાયદાકીય સેવાઓ પ્રદાન કરવા અને વિવાદોના શાંતિપૂર્ણ સમાધાનની દિશામાં લોક અદાલતોનું આયોજન કરવા માટે કરવામાં આવ્યું હતું
ચીફ જસ્ટિસે કહ્યું કે માનવાધિકારો અને શારીરિક ઇજા,નુકસાનનું જોખમ પોલીસ સ્ટેશનોમાં સૌથી વધારે છે.કસ્ટડીમાં ત્રાસના અને અન્ય પોલીસ અત્યાચાર એવી સમસ્યાઓ છે જે આપણાં સમાજમાં અત્યારે પણ યથાવત છે.સંવૈધાનિક જાહેરાતો અને ગેરંટીઓ છતા પોલીસ સ્ટેશનોમાં પ્રભાવી કાયદાઓનું પ્રતિનિધિત્વનો અભાવ ધરપકડ કે કસ્ટડીમાં લેવામાં આવેલી વ્યક્તિઓ માટે મોટું નુકસાન છે.આ શરૂઆતી કલાકોમાં લેવામાં આવેલા નિર્ણય બાદ આરોપી પોતાના બચાવ કરવાની ક્ષમતાને નિર્ધારિત કરશે.તેમણે કહ્યું કે હાલના રિપોર્ટ મુજબ જાણવા મળ્યું કે વિશેષાધિકાર પ્રાપ્ત લોકોને પણ થર્ડ ડિગ્રી ટૉર્ચરમાંથી છોડવામાં આવતા નથી.ચીફ જસ્ટિસ નાલસાના મુખ્ય સંરક્ષક પણ છે. તેમણે કહ્યું કે કાયદાની સહાયતામાં સંવૈધાનિક અધિકાર અને મફત કાયદાની સહાયતા સેવાઓની ઉપલબ્ધતા બાબતે જાણકારી પ્રસાર પોલીસના અત્યાચારોને રોકવા માટે જરૂરી છે.દરેક પોલીસ સ્ટેશન,જેલમાં ડિસ્પ્લે બોર્ડ અને હોર્ડિંગ લગાવવા આ દિશામાં એક પગલું છે,સાથે જ કહ્યું કે નાલસાને દેશમાં પોલીસ અધિકારીઓએ સંવેદનશીલ બનાવવા માટે પગલાં ઉઠાવવા જોઈએ.ચીફ જસ્ટિસે વકીલો વિશેષ રૂપે વરિષ્ઠ વકીલોને કાયદાકીય સહાયતાની આવશ્યકતાવાળા લોકોની મદદ કરવા માટે કહ્યું અને મીડિયાને નાલસાની સેવાના સંદેશ ફેલાવવાની ક્ષમતાનો ઉપયોગ કરવાનો આગ્રહ કર્યો હતો.

